Gujarat

ભાજપ 10મી નવેમ્બરે ઉમેદવારોની યાદી જાહેર કરશે

ગાંધીનગર : ભાજપની (BJP) નેતાગીરી દ્વારા આગામી તારીખ 10મી નવેમ્બરના રોજ ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેશે, તે પાર્ટીના આંતરિક સૂત્રોએ કહ્યું છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં 89 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તેના માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 14મી નવેમ્બર છે.જયારે બીજા તબક્કાની 93 બેઠકો (ઉત્તર તથા મધ્ય ગુજરાત ) માટે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 17મી નવેમ્બર છે.

આગામી તા.9મી નવેમ્બરની સાજે નવી દિલ્હીમાં ભાજપના કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક પીએમ નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા , કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ, અન્ય સીનિયર પાર્ટી નેતાઓ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. તા.9મી સાંજે ચર્ચા બાદ તા.10મી નવેમ્બરની સવારે ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે. ઉંમરના કારણોસર, ભ્રષ્ટાચાર, પાર્ટીના કાર્યકરો સાથે સારા સંબંધ નહીં હોવાના કારણોસર, સ્વચ્છ છબી નહીં હોવાના કારણોસર ભાજપના કેટલાય વર્તમાન ધારાસભ્યોની ટિકીટ કપાય તેવી સંભાવના છે.જયા નવા ચહેરાઓને તક મળે તેવી સંભાવના પણ છે.

Most Popular

To Top