Gujarat

સરકારના વિવિધ વિભાગોમાં 10 લાખ જેટલા ખાલી પદોમાં ભરતી કરી યુવાનોને રોજગારનો અધિકાર આપશે ?

અમદાવાદ : સરકારના વિવિધ વિભાગોમાં મહેમક અને વસ્તિના ધોરણે સમયબધ્ધ અને પારદર્શીક રીતે ભરતી (Recruitment) કરાય તોજ આર્થિક અનામત કે અન્ય અનામતનો લાભ ગરીબ – વંચિત – શોષિત નાગરિકોને મળે. પરંતુ ભાજપ (BJP) સરકારમાં વારંવાર પેપર ફુંટે, યુવાનોને સરકારી રોજગારી ન મળે તો આર્થિક અનામતનો ફાયદો – લાભ ક્યાથી મળશે ? તે ગુજરાત જાણવા માંગે છે. સમયબધ્ધ અને પારદર્શક ભરતીઓ થતી નથી, પરિણામમાં ગોટાળા, નિમણુંકમાં વિલંબ અને ગોટાળા સહિતના અણઘડ વહિવટને કારણે ટલ્લે ચડતી ભરતીઓમાં કેવી રીતે EWS (આર્થિક અનામત) નો લાભ નાગરિકોને મળશે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે., તેવું પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

સર્વોચ્ચ અદાલતનાં આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૭ વર્ષમાં ભાજપ સરકારના કુશાસનમાં સરકારના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સીંગ પ્રથાથી ભરતી થઈ રહી છે ત્યારે આર્થિક અનામત કે અન્ય અનામતનો લાભ કેવી રીતે મળશે ? તેનો જવાબ નાગરીકો જાણવા માંગે છે. ભાજપ સરકારના શાસનમાં એરપોર્ટ, બંદર, હોસ્પિટલો વેચાય, રેલ્વે તેમજ સરકારની નવરત્ન કંપનીઓનું ખાનગીકરણ થાય, સરકારી બેંકો મર્જ કરવામાં આવે જેના કારણે યુવાનોને સરકારી નોકરીઓની તકો મળતી નથી અને સરકારી ભરતીની જગ્યાએ આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા ફુલીફાલી છે. કોંગ્રેસ સરકારના શાસનમાં સ્થપાયેલી સરકારી સંસ્થાઓને બંધ કરી, ખાનગીકરણ કરી ભાજપ સરકાર યુવાનો માટેની સરકારી નોકરીઓમાં અનામત છીનવી રહી છે.

વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યો છે. જે સમયબધ્ધ અને પારદર્શક રીતે સરકારના વિવિધ વિભાગોમાં ૧૦ લાખ જેટલા ખાલી પદોમાં ભરતી કરી યુવાનોને રોજગારનો અધિકાર આપશે.

Most Popular

To Top