ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. ઉત્પાદન, સેવાઓ, નિકાસ, રોજગાર અને સ્થાનિક સપ્લાયચેઇનમાં તેમનું યોગદાન અત્યંત મહત્ત્વનું છે. પરંતુ આ ક્ષેત્ર વર્ષોથી એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જે છે માલ કે સેવા પૂરી પાડ્યા પછી તેના નાણાં સમયસર ન મળવાં. મોટી કંપનીઓ, સરકારી સાહસો કે અન્ય ખરીદદારોને માલ પહોંચાડ્યા પછી પણ મહિનાઓ સુધી ચુકવણીની રાહ જોવી પડે છે, જેના કારણે કાગળ પર નફાકારક દેખાતો વ્યવસાય પણ રોકડની અછતમાં મુકાઈ જાય છે. આ સમસ્યાને વધુ અસરકારક રીતે ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ‘Micro, Small and Medium Enterprises Development (Amendment) Bill, 2026’ સંસદમાં રજૂ કર્યું છે, જેનો મુખ્ય આશય વિવાદોના ઝડપી ઉકેલ, ચુકવણીનીવસૂલાતને વધુ અસરકારક બનાવવાની અને MSMEની તરલતાની સમસ્યા ઘટાડવાનો છે.
પ્રશ્ન માત્ર બાકી નાણાંનો નથી. કલ્પના કરો કે એક નાના ઉદ્યોગે કોઈ મોટી કંપનીને રૂ. ૨૫ લાખનો માલ સપ્લાય કર્યો છે. માલ બનાવવા માટે તેણે કાચો માલ ખરીદ્યો, કર્મચારીઓને પગાર આપ્યો, વીજળીનું બિલ ભર્યું, જીએસટી સંબંધિત જવાબદારીઓ પૂરી કરી અને કદાચ બેંક પાસેથી વર્કિંગ કેપિટલ પણ લીધી. હવે જો ખરીદદાર ચુકવણી કરવામાં વિલંબ કરે, તો MSMEના આ રૂ. ૨૫ લાખ કાગળ ઉપર ‘receivable’ તરીકે રહે છે, પરંતુ બેંક ખાતામાં તે નાણાં ઉપલબ્ધ હોતાં નથી. બીજી તરફ પગાર, વ્યાજ, વીજળી અને કાચા માલનો ખર્ચ અટકતો નથી. મોડા પેમેન્ટને કારણે કેશ ફ્લોની તંગી ઊભી થાય, જેથી વધુ ધિરાણ લેવું પડે,વ્યાજ વધે અને છેવટે નફામાં ઘટાડો થાય. આ એક દુષ્ચક્ર છે. એટલે કે નાના ઉદ્યોગો માટે સમયસર ચુકવણી એ માત્ર એકાઉન્ટિંગનો મુદ્દો નથી, પરંતુ તે વ્યવસાયના અસ્તિત્વનો પ્રશ્ન છે. સરકાર શું કાયદાકીય સુધારાઓ કરવા માંગે છે? નવા બિલમાં વિવાદ નિવારણ પ્રક્રિયાને વધુ સમયબદ્ધ અને પારદર્શક બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે:
૯ દિવસમાં મધ્યસ્થી: બિલ મુજબ મધ્યસ્થીની પ્રક્રિયા પ્રથમ હાજરી માટે નક્કી થયેલી તારીખથી ૯૦ દિવસની અંદર પૂર્ણ કરવાની જોગવાઈ છે, જેથી પ્રક્રિયા અનિશ્ચિત સમય સુધી લંબાઈ ન જાય. ૩૦ દિવસમાં આર્બિટ્રેશન: જો મધ્યસ્થીથી સમાધાન ન થાય, તો વિવાદને આર્બિટ્રેશન તરફ મોકલવાની પ્રક્રિયા મધ્યસ્થી સમાપ્ત થયાના ૩૦ દિવસની અંદર કરવાની રહેશે. આર્બિટ્રેશન એવોર્ડ માટે સમયમર્યાદા: પ્લીડિંગ્સ પૂર્ણ થયા બાદ ૯૦ દિવસની અંદર આર્બિટ્રલ એવોર્ડ આપવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.વધુ ફેસિલિટેશન કાઉન્સિલ: કેસોની વધતી સંખ્યા સામે સંસ્થાકીય ક્ષમતા વધારવા માટે રાજ્યોમાં વધારાની કાઉન્સિલ ઊભી કરવાની જોગવાઈ છે.
કોર્ટમાં કેસ જાય તો MSMEના નાણાંનું શું? આ સુધારાનો સૌથી મહત્ત્વનો અને રાહતરૂપ મુદ્દો એ છે કે જો વિવાદમાં MSMEની તરફેણમાં ફેંસલો આવ્યા પછી ખરીદદાર તેને કોર્ટમાં પડકારે અને મામલો લાંબો સમય અટવાઈ જાય, તો કાયદાકીય રીતે જીતેલા નાના ઉદ્યોગને વાસ્તવિક નાણાં મળવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે, જો ચુકાદાને પડકારતી અરજી છ મહિનાથી વધુ સમય માટે પેન્ડિંગ રહે, તો કોર્ટે MSME સપ્લાયરને જમા રકમમાંથી ઓછામાં ઓછી ૫૦ ટકા રકમ ચૂકવવાનો આદેશ આપવાની જોગવાઈ કરી છે. આનાથી નાના ઉદ્યોગને પોતાનો વ્યવસાય ચાલુ રાખવા માટે જરૂરી કેશ-ફ્લો તરત મળી રહે છે.
નવા બિલમાં‘Trade Receivables Discounting System (TReDS)’ ને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSEs) માટે MSME પાસેથી કરવામાં આવેલી ખરીદીના ઇનવોઇસનું સેટલમેન્ટ TReDS મારફતે કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વહેલી ચુકવણી મેળવી શકાય. આ ઉપરાંત, મધ્યસ્થી કે આર્બિટ્રેશન દ્વારા નક્કી થયેલી રકમને ‘arears of land revenue’ (જમીન મહેસૂલની બાકી રકમ)ની જેમ વસૂલ કરવાની જોગવાઈ સૂચવાઈ છે, જેથી એવોર્ડ માત્ર કાગળ પર ન રહેતાં વાસ્તવિક વસૂલાતમાં પરિવર્તિત થઈ શકે.
આ સુધારો માત્ર નાના ઉદ્યોગો માટે જ નહીં, પરંતુ મોટી કંપનીઓ અને જાહેર ક્ષેત્રના ખરીદદારો માટે પણ કમ્પ્લાયન્સનો કડક સંદેશ આપે છે. MSME પાસેથી ખરીદી કર્યા પછી ઇનવોઇસને લાંબા સમય સુધી અટકાવી રાખવું હવે જોખમી બનશે. કંપનીઓએ તેમની પ્રોક્યોરમેન્ટ, પેમેન્ટ અપ્રૂવલ અને ડિસ્પ્યુટ-મેનેજમેન્ટની આંતરિક વ્યવસ્થાઓ વધુ કાર્યક્ષમ બનાવવી પડશે, જેનાથી કોર્પોરેટ ગવર્નન્સ અને સપ્લાય-ચેઇન મેનેજમેન્ટમાં સુધારો થશે.
ભારતના અર્થતંત્ર માટે તેનું મહત્ત્વ
MSME ક્ષેત્ર ભારતના જીડીપીમાં લગભગ ૩૧ ટકા જેટલું યોગદાન આપે છે. જો લાખો નાના વ્યવસાયોના નાણાં સપ્લાય ચેઇનમાં અટવાયેલાં રહે, તો રોકાણ ઘટે છે, ઉત્પાદન-ક્ષમતા મર્યાદિત થાય છે અને રોજગાર સર્જન ધીમું પડે છે. નાના ઉદ્યોગોના પોતાનાં નાણાં સમયસર પાછાં મળે તે પણ એક પ્રકારનું આર્થિક પ્રોત્સાહન જ છે.
જો કે, કોઈ પણ કાયદાની સફળતા તેના યોગ્ય અમલીકરણ પર આધાર રાખે છે. ૯૦ દિવસની સમયમર્યાદા કાગળ પર લખવાથી જ નિર્ણયો આવી જશે તે જરૂરી નથી; તેના માટે પ્રશિક્ષિત માનવબળ, ડિજિટલ કેસ મેનેજમેન્ટ અને રાજ્ય સરકારોની સક્રિયતા જરૂરી છે. સાથે જ, નાના સપ્લાયર્સની સોદાબાજીની શક્તિ (bargaining power) અને ભવિષ્યના ઓર્ડર ગુમાવવાનો ડર પણ એક પડકાર છે. જો આ કાયદાના માધ્યમથી MSMEના પ્રશ્નો ઝડપથી ઉકેલાશે, તો તે માત્ર એક કાયદાકીય સુધારો નહીં રહે, પરંતુ ભારતના સમગ્ર બિઝનેસ પેમેન્ટ કલ્ચરમાં એક ક્રાંતિકારી પરિવર્તન સાબિત થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.