National

આ દેશોના નેતાઓને પાછળ છોડી પીએમ મોદી વૈશ્વિક લોકપ્રિય નેતા બન્યા

નવી દિલ્હી: 18 માર્ચે અમેરિકા (America) સ્થિત ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટમાં (Morning Consult) બહાર પડેલી વૈશ્વિક નેતાઓની એપ્રુવલ રેટિંગમાં ભારતના વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીને 77 ટકા જેટલો રેટિંગ (Rating) મળ્યો છે. આ રેટ પરથી આપણને જાણવા મળે છે કે તેઓ માત્ર ભારતમાં (India) જ નહીં પરંતુ 13 દેશોમાં પણ લોકપ્રિય હશે. આ લોકપ્રિયતાની રેટિંગમાં પીએમ મોદી અમેરિકા, બ્રિટન (Britain) જેવા દેશોના રાષ્ટ્રપતિ (President) અને પીએમને પણ પાછળ છોડી દીધા છે.

  • મોદી 77 ટકા રેટિંગ મેળવીને પ્રથમ નંબર લોકપ્રિય નેતા બન્યા
  • અમેરિકાના જો બાઇડેનની રેટિંગમાં ઘટાડો થયો
  • સર્વેમાં અલગ અલગ દેશોના પુખ્ત વય લોકોએ રેટિંગ કર્યું હતું
  • સર્વેનું રેટિંગ ઓનલાઇન ઇન્ટરવ્યુ દ્વ્રારા કરવામાં આવ્યું હતું

આ આવેલા સર્વેની યાદીમાં 13 દેશોના નેતાઓ હતાં, જેમાંથી તેઓ 77 ટકા રેટિંગ મેળવીને પ્રથમ નંબર પર છે. સર્વેમાં બીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબરાડોર જેમને 63 ટકા રેટિંગ મળી છે. ત્યારબાદ 58 રેટિંગથી ત્રીજા નંબર પર ઇટાલીના પીએમ મારિયો દ્રાગી છે. જાપાનના ફૂમિયો કિશિદા 45 ટકાનું એપ્રુવ થયા છે. આ રીતે જ બીજા અન્ય દેશના નેતાઓ અલગ અલગ રેટિંગથી લોકપ્રિયતાના ક્રમમાં જુદાં જુદાં નંબર પર છે. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને 41 ટકા અને બ્રિટનના પીએમ બોરિસ જોનસનને 33 ટકા રેટિંગ મળી છે જે પીએમ મોદીની મળેલી રેટિંગથી ઓછી છે.

તમને જણાવી દઈએ કે મોદીજીને 17 ટકાથી ઓછું નામંજૂર રેટિંગ મળ્યું છે. આ સર્વેની મોટા ભાગની રેટિંગ 9 થી 15 માર્ચ 2022 દરમિયાન લેવામાં આવી છે. આ સર્વે પરથી ખબર પડે છે કે જાન્યુઆરી 2020 થી માર્ચ 2022 સુધીમાં મોદીજી લોકોના લોકપ્રિય નેતા છે. તમને જણાવી દઈએ કે આ સર્વે દેશના વયસકો સાથે ઇન્ટરવ્યુના આધારે રેટિંગ પર કરવામાં આવ્યો છે. તેમાં ભારતના 2126 લોકોએ ઓનલાઇન ઇન્ટરવ્યુ આપ્યા હતાં. આ સાથે આ સર્વે ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકા પણ કરવામાં
આવ્યો હતો.

ગયા વર્ષે કોરોનના કારણે થયેલા મૃત્યુને લીધી અને તેની સાથે અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવી લેવાથી અમેરિકના જો બાઇડેનની રેટિંગમાં ઘટાડો થયો છે. એવી આશંકાઓ છે કે યુક્રેનની કટોકટી અને હાલમાં દેશમાં ચાલી રહેલી સમસ્યાને કારણે આગામી દિવસોમાં તેમનું રેટિંગ ઘટી શકે છે. આ સર્વેનું પરિણામ 1 થી 2 ટકાની ભૂલની માર્જિન સાથેનું છે. આ સર્વેમાં ઉપર જણાવેલા દેશોના પુખ્ત વય લોકોએ રેટિંગ કર્યું હતું.

Most Popular

To Top