SURAT

સુરત ડાયમંડ ફેક્ટરી કિરણ જેમ્સમાંથી 80થી વધુ રત્નકલાકારોને નોકરી પરથી છૂટા કરાયા

સુરત: છેલ્લાં એક વર્ષ કરતા લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં (DiamondIndustry) મંદીના (Recession) વાદળો છવાયેલા છે. અમેરિકાના (America) બજારોમાં પોલિશ્ડ ડાયમંડની (PolishedDiamond) માંગ (Demand) નહીં હોવાના લીધે માલ વેચાઈ રહ્યો નહીં હોવાથી કારખાનેદારો ભીંસમાં છે. આથી કારખાનેદારોએ ઉત્પાદન કાપનો રસ્તો અપનાવી રહ્યાં છે, જેની સીધી કે આડકતરી રીતે રત્નકલાકારોની (DiamondWorker) રોજગારી પર માઠી અસર પડી રહી છે. દિવાળીના વેકેશન (DiwaliVacation) બાદ સુરતમાં હજુ પૂરી ક્ષમતા સાથે કારખાના શરૂ થયા નથી ત્યારે આજે એક આઘાતજનક સમાચાર સુરતના હીરા ઉદ્યોગમાંથી આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારમાં આવેલી કિરણ જેમ્સની (KiranGems) બ્રાન્ચ-2 ડી મિલન ફેક્ટરીમાંથી 80 કરતા વધુ રત્નકલાકારોને નોકરી પરથી છૂટા કરી દેવામાં (Layoffs) આવ્યાં છે. આ રત્નકલાકારોને માલિકો તરફથી કોઈ પણ કારણ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવતા તેઓ એકાએક બેરોજગાર થયા છે. 15-20 વર્ષ કરતા વધુ સમયથી એક જ કંપનીમાં કામ કરતા રત્નકલાકારો એકાએક બેરોજગાર થઈ જતા તેઓ રોષે ભરાયા હતા. રત્નકલાકારો કંપની બહાર ભેગા થઈ ગયા હતા અને પોતાનો વિરોધ તથા દુ:ખ વ્યક્ત કર્યું હતું.

રત્નકલાકારોએ કહ્યું કે, મંદીના સમયમાં નોકરી પરથી છૂટા કર્યા હવે ક્યાં જવું તે સમજાતું નથી. 80થી વધુને છૂટા કરી દેવાયા છે. બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી છે. પરંતુ ત્યાં અમને ફાવતું નથી. અમને 3 મહિનાનો પગાર આપી છૂટા કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી.

કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કરીગરો રોષે ભરાયા હતાં. કારીગરો દ્વારા રત્નકલાકર સંઘ ને રજુઆત કરવા પહોંચ્યા હતાં. કારીગરોએ વિરોધ નોંધાવ્યો છે. કારીગરો દ્વારા માંગ કરવામાં આવી અમને ત્રણ મહિનાનો પગાર અને ગ્રેજ્યુઈટી આપવામાં આવે જેથી અમે થોડા સમય માટે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ.

Most Popular

To Top