National

શું મિઝોરમમાં મોદી મેજીક બરકરાર રહેશે? આજે આવશે પરિણામ

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજસ્થાન (Rajasthzn), મધ્યપ્રદેશ (M.P) અને છત્તીસગઢમાં (Chattisgarh) જીત બાદ ત્રણેય રાજ્યોની જનતાનો આભાર માન્યો હતો. પરંતુ આ વિધાનસભા ચુંટણી તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં યોજાઈ હતી. આ પાંચ રાજ્યોની મતગણતરી 3 ડિસેમ્બરે એક સાથે થવાની હતી. પરંતુ મિઝોરમની મતગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. હવે મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સોમવારે સવારે શરૂ થશે.

ચૂંટણી અધિકારી એચ. લિયાનઝેલાએ જણાવ્યું હતું કે રવિવારે સવારે 8 વાગ્યાથી મત ગણતરી માટે રાજ્યભરના 13 કેન્દ્રો પર 4,000થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. તેમજ જુદા જુદા જિલ્લાઓમાં 40 જેટલા કાઉન્ટીંગ હોલ બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ આજે થનાર મિઝોરમની મત ગણતરી માટે 2,750થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ હાલ પોસ્ટલ બેલેટની ગણતરી સાથે મતગણતરી શરૂ થઈ ગઈ છે. થોડા સમયમાં રિઝલ્ટ સામે આવે સંભઅવના છે.

તમામ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) 11 જિલ્લા મુખ્યાલયોના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આ સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મત ગણતરી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને મિઝોરમની સશસ્ત્ર પોલીસની ટુકડીઓને મત ગણતરીના સ્થળે તૈનાત કરવામાં આવી છે.

https://twitter.com/ANI/status/1731489176049312110

મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે 174 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જેમાં પાંચ મુખ્ય પક્ષો ઉપરાંત 27 અપક્ષોએ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો. તેમજ અહીં કુલ 8,56,868 લોકોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં MNF, ZPM અને કોંગ્રેસે તમામ મતવિસ્તારોમાંથી પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તો બીજી તરફ ભાજપે પોતાના દાવપેચથી ચૂંટણી લડી હતી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુના જણાવ્યા અનુસાર ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં 39 બેઠકો પર ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતે 23 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટી પણ ચાર સીટો પર ચૂંટણી લડી રહી છે.

શા માટે મિઝોરમની મતગણતરી મોકૂફ રાખવામાં આવી હતી
ખ્રિસ્તી બહુમતી રાજ્યમાં મત ગણતરી અગાઉ રવિવારે થવાની હતી. પરંતુ યંગ મિઝો એસોસિએશન (વાયએમએ), સહિત તમામ રાજકીય પક્ષો, એનજીઓ, નાગરિક સમાજ સંગઠનો, ચર્ચો, યુવાનો અને વિદ્યાર્થી સંસ્થાઓની અપીલ બાદ તેને મોકૂફ રાખવામાં આવી હતી. અને આજ કારણે ભારતના ચૂંટણી પંચે આજે સોમવારે મિઝોરમની મતગણતરી ફરીથી શેડ્યૂલ કરી છે.

Most Popular

To Top