Charchapatra

મેટ્રોની કામગીરીથી આખા શહેરને ત્રાસ

લો, વગર ચોમાસે વરાછાની હીરાબાગ સોસાયટીમાં કાદવ ઉછળ્યો! કહેવાતા ડ્રીમ પ્રોજેકટ મેટ્રોને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ છે! મેટ્રોનું કામ ગોકળગાય ગતિથી ચાલી રહ્યું છે ત્યારે ચોક બજાર ચાર રસ્તે રામભરોસે હોટલ પાસે સ્ટેશન જવાની દિશામાં રિક્ષાવાળાઓ અડીંગો જમાવી ઊભા હોય છે. બરાબર અહીં જ મુગલીસરા તરફ જવાની ગલી અને ચોક તરફ જતો ટ્રાફિક સામસામે થઇ જતાં અને ટ્રાફિકનું નિયમન થતું ન હોઇ મોડી રાત સુધી ટ્રાફિક જામ રહે છે. આ જ પ્રકારની પરિસ્થિતિથી પાલનપોર કેનાલ જંકશન પાસે છે, ચાર રસ્તાથી ભેંસાણ સુએઝ પ્લાન્ટ ચાર રસ્તા સુધી મેટ્રોની કામગીરીને લઇને રસ્તા બંધ હોઇ લોકો રોંગ સાઇડે આવી રહ્યા છે, જે અકસ્માતને નોતરું છે! કોટ વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઇનોનાં કામો ચાલતાં હોઇ અહીં પણ રસ્તાઓ બંધ છે અને લોકો ગલી મહોલ્લાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ગલી મહોલ્લાઓ લગ્નનાં મંડપો બાંધી બંધ કરી દેવાય છે તો જવું કયાં? આમ આખું શહેર હાલ તો ત્રાસ અનુભવી રહ્યું છે ત્યારે જો ચોમાસા પહેલાં આ બધાં કામો પૂરાં નહીં થાય તો શહેર નર્કાગાર બની જશે.
સુરત – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરત કોટ વિસ્તારનાં લોકોની મન કી બાત
૩૦મી એપ્રિલે રેડિયો પર ૧૦૦મો મન કી બાત કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે કોટ વિસ્તારનાં સુરતીઓની મન કી બાત વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાંભળો.. સુરત એટલે નર્મદનું શહેર, સુરત એટલે જ્યોતીન્દ્ર દવેનું હસતું રમતું શહેર, સુરત એટલે શેરી મહોલ્લામાં વસતું શહેર. સુરતનો ખૂબ વિકાસ થયો, પરિણામે કોટ વિસ્તારમાં સમસ્યાનો વધારો થયો છે.પાલિકાથી પાર્લામેન્ટ સુધી ભાજપ સત્તા પર છે ત્યારે સુરતીઓના મનની વ્યથા સાંભળો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અમારા કોટ વિસ્તારને બચાવો.. નર્મદના સુરતની સંસ્કૃતિને બચાવો.
સુરત- કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top