Charchapatra

સલાબતપુરાની સરકારી શાળાનાં સ્મરણો

સલાબતપુરા પોલીસ સ્ટેશન પાછળ આવેલી સરકારી શાળા નં.૫૦ પહેલાં ૭૦/૮૦ ના દાયકામાં નં. ૩૯/૪૦ તરીકે ઓળખાતી હતી.બે માળની શાળામાં તમામ કલાસ ફુલ રહેતા.આ વિસ્તારનાં મોટા ભાગનાં બાળકોએ પ્રાથમિક શિક્ષણ આ શાળામાં લીધું હશે.સવાર અને બપોરની એમ બે પાળી ચાલતી. ભાર વગરનું ભણતર હતું.તે સમયે  ચોપડા માટેના દફતર ક્યાં હતાં? વાયરની થેલીમાં ચોપડા લઈ ભણવા જતાં.વોટરબેગ ક્યાં હતી? ટાંકીનું પાણી પીવાતું.તે સમયે કોઈ બીમારીનો ડર હતો નહિ.નાસ્તા બોક્ષ હતા નહિ.નાસ્તામાં ફળ,બિસ્કિટ વિ.ખાઈ લેતા.પરીક્ષાનું કોઈ  ભારણ નહિ.રમતાં રમતાં ધોરણ સાતનો અભ્યાસ પૂરો થઈ જતો.આ શાળાના વિદ્યાર્થીઓ ડોકટર,વકીલ,આર્કિટેક બન્યા છે.જ્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ વેપાર અને કાપડ ઉદ્યોગમાં આગળ વધ્યા.પહેલાં શિક્ષણમાં સ્પર્ધાત્મક વાતાવરણ હતું નહીં એટલે શિક્ષણ શ્રેષ્ઠ હતું.
સુરત     – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top