Business

પૌષ્ટિક આહાર દુધના ભાવમાં વધારો અટકાવવા માંગ

નવસારી : પૌષ્ટિક આહાર દુધના (Milk) ભાવમાં (Rate) વધારો થતા અટકાવવાની માંગ કરી સામાજીક કાર્યકર અને વકીલ પ્રદિપ ગડઅંકુશે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

સામાજીક કાર્યકર અને વકીલ પ્રદિપ ગડઅંકુશે કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં થોડા સમયથી સરકાર તરફથી અવાર-નવાર દુધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો જે વધારો કરવામાં આવે છે જે યોગ્ય નથી અને તે ગરીબ પરિવારના જેબ ઉપર આર્થિક બોજા સમાન છે. કારણકે હાલમાં થોડા મહિના પહેલા જ પ્રતિ લિટરે બે રૂપિયાનો દુધમાં વધારો કર્યો હતો. ત્યારબાદ ફરી પાછા માર્ચમાં પ્રતિ લિટરે અમુક શહેરોમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. તે ખુબ અસહ્ય છે. ભારત સરકાર કુપોષણ ઘટાડવા માટે કાર્યક્રમો કરે છે. પરંતુ જો દુધના ભાવમાં વધારો કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગની જનતા મોંઘુ દૂધ થશે તો પીશે નહી અને કુપોષણ વધવાની શક્યતાને નકારી શકે નહી. જેથી દુધના ભાવમાં વધારો ન થાય તે માટેની માંગ કરી છે.

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે ભારત પર તેની અસર જોવા મળી રહી છે. કારણે ભારત બંને દેશો સાથે ઔદ્યોગિક રીતે સંકળાયેલો છે.  ગૃહિણીઓનું બજેટ આ કારણે ખોરવાયું છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ છાશ અને દહીંના ભાવોમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ દ્વારા પોતાની એક પછી એક પ્રોડક્ટમાં ભાવ વધારો કરી રહ્યો છે. છાશ અને મસ્તી દહીંમાં એક રૂપિયાનો વધારો થયો છે. શાકભાજી, દુધ બાદ હવે છાશની કિંમતમાં પણ વધારો થતા મધ્યમવર્ગીઓ પર તેની સીધી અસર પડશે. ઉલ્લેખનીય છે કે જો યુદ્ધ હજી ચાલશે તો ખાદ્યતેલ સહિત પેટ્રોલના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

Most Popular

To Top