National

મધ્યપ્રદેશ: રેવામાં મંદિરના ગુંબજ સાથે અથડાયું ટ્રેઇની પ્લેન, પાઇલટનું ઘટનાસ્થળે જ મોત

નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhyapradehs) રેવામાં (Rewa) એક મોટો અકસ્માત (Accident) થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં એક ટ્રેઇની (Trainee) વિમાન ક્રેશ (plane crash) થઈ ગયું હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાસ્થળે જ એક પોઇલટનું મોત (Death) થયું છે. જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે. મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના રેવામાં એક ટ્રેઇની વિમાન ગતરાત્રિએ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. ગુરૂવારે રાત્રે લગભગ 11:30થી12 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. વિમાન કંટ્રોલ ગૂમાવી રીવામાં આવેલા એક મંદિરના ગુંબજ સાથે અથડાયું હતું. જેના કારણે પ્લેનમાં હાજર પાયલટ અને ટ્રેઇની ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં વરિષ્ઠ પાયલોટનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ધુમ્મસ જણાવવામાં આવી રહ્યું છે. ઘટના રેવા જિલ્લાના ચોરહટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરી ગામની છે. ઉમરી એરપોર્ટ પર પલ્ટન કંપની ટ્રેનિંગ આપે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાનગી ટ્રેનિંગ કંપનીનું પ્લેન મંદિરના ગુંબજ અને ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ ઘટના ચૌરહાટા પોલીસ સ્ટેશન હેઠળના ઉમરી ગામના મંદિર પાસે બની હતી. આ અકસ્માતમાં પાયલોટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેમને સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં પ્લેન ફંગોળાઈ ગયું હતું.

ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના સર્જાય
રાત્રે 11.30 વાગ્યે પાઇલટ કેપ્ટન વિમલ કુમાર પિતા પટનામાં રહેતા વિદ્યાર્થી સોનુ યાદવને ટ્રેનિંગ આપી રહ્યા હતા. ત્યારે અચાનક જ વિમાન મંદિરના ગુંબજ સાથે અથડાયું હતું. અને આ પહેલા તે એક ઝાડ સાથે પણ અથડાયું હતું. જેના કારણે જોરદાર વિસ્ફોટ આસપાસના લોકોને સંભાળ્યો હતો પ્લેનનો કાટમાળ ચારેબાજુ વિખરાયેલો હતો. આ વિસ્તારના ઘરોમાં સૂતેલા લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ધુમ્મસ જણાવવામાં આવી રહ્યું છે.

આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને ઇજાગ્રસ્તોને સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જેમાં ગુરુવારે મોડી રાત્રે પાયલોટનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે વિદ્યાર્થીની હાલત ગંભીર છે, જેની સારવાર ચાલી રહી છે.

કલેક્ટર અને ડીઆઈજી ઘટનાસ્થળે પહોંચ્યા
હાલ અકસ્માતના કારણોનો ખુલાસો થયો નથી. એવી શક્યતા છે કે ધુમ્મસને કારણે પાયલટ મંદિરના ગુંબજને જોઈ શક્યો ન હતો અને તેની સાથે અથડાઈ ગયો હતો. કલેક્ટર મનોજ પુષ્પ, ડીઆઈજી નવનીત ભસીન શુક્રવારે સવારે ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની નોંધ લીધી હતી.

Most Popular

To Top