National

‘ભારત માતા કી જય’ નો નારો લગાવનાર વિદ્યાર્થી અને શિક્ષકને માર પડ્યો, ભારતના આ રાજ્યમાં બની ઘટના..

મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લાની એક શાળામાં ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા અંગેના વિવાદ બાદ એક વિદ્યાર્થી અને એક શિક્ષકને કથિત રીતે મારવામાં આવ્યા હતા. એમ પોલીસે બુધવારે જણાવ્યું હતું. રાજ્યની રાજધાની ભોપાલથી આશરે 175 કિલોમીટર દૂર આવેલા બરોદ શહેરમાં મંગળવારે બનેલી આ ઘટના બાદ લગભગ 20 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

અગર માલવાના પોલીસ અધિક્ષક રાકેશ સાગરે બુધવારે જણાવ્યું કે, હિન્દુ અને મુસ્લિમ સહિત વિવિધ સમુદાયોના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ શાળામાં ભારત માતા કી જયના ​​નારા લગાવવા અંગે વિદ્યાર્થીઓ વચ્ચે થોડો વિવાદ થયો હતો. પરંતુ, મામલો શાંત થઈ ગયો. ત્યારબાદ, કેટલાક વિદ્યાર્થીઓએ કથિત રીતે શાળાની બહારની બાજુના છોકરાઓને માર માર્યો હતો. અન્ય એક પોલીસ અધિકારીના જણાવ્યાં અનુસાર, શાળામાં પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીત ગાય છે અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવે છે.

તેમણે કહ્યું કે, કેટલાક મુસ્લિમ બાળકો ‘ભારત માતા કી જય’ના નારા લગાવી રહ્યા ન હતા અને ધોરણ 12ના વિદ્યાર્થી ભરતસિંહ રાજપૂતે (19) તેમની સામે વાંધો ઉઠાવ્યો હતો. જેના પરિણામે વિવાદ સર્જાયો હતો. રાજપૂતે બાદમાં પોલીસમાં ફરિયાદ કરી હતી કે, જ્યારે તે અને અન્ય લોકો મંગળવારે શાળાથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેને અને એક શિક્ષકને અટકાવવામાં આવ્યા હતા અને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો.

ફરિયાદીએ આરોપ લગાવ્યો કે, જ્યારે શિક્ષકે તેમના મોબાઇલ ફોનથી આ ઘટનાનો વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું ત્યારે આરોપીઓએ તેમને પણ લાકડીથી માર માર્યો અને તેમનો ફોન તોડી નાખ્યો હતો. રાજપૂતની ફરિયાદ બાદ નવ જાણતા લોકો અને 8-10 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top