Entertainment

જેકલીન બાદ આ અભિનેત્રી મુશ્કેલીમાં મુકાઈ, મની લોન્ડરીંગ કેસમાં ઈડીએ સમન્સ ફટકાર્યું

રૂપિયા 200 કરોડની ખંડણીથી શરૂ થયેલા બિઝનેસમેન સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરીંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડિઝ (Jaqline Fernanidse) બાદ હવે દિલબર ગર્લ મુશ્કેલીમાં મુકાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિેરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરીંગ એક્ટ (PMLA) હેઠળ ડાન્સર, અભિનેત્રી નોરા ફતેહીને (Nora Fatehi) સમન્સ મોકલ્યું છે. સુકેશ ચંદ્રશેખર કેસમાં નોરાનું કનેક્શન બહાર આવ્યું છે. ઈડી નોરાની પૂછપરછ કરવા માંગતી હોય સમન્સ મોકલ્યું છે.

આ અગાઉ ઈડીએ આ જ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરી હતી. સુકેશ દ્વારા જ જેકલીનને ફસાવવાનો પ્રયત્ન કરાયો હતો. નોરા ફતેહીને આવતીકાલે MTNL મુંબઈ સ્થિત EDના કાર્યાલય પર પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. અહીં જેકલીનને પણ બોલાવાઈ છે. બંને અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સી એ જાણવા માંગે છે કે નોરા અને જૈકલીન તરફથી સુકેશ સાથે કોઈ પ્રકારની લેવડદેવડ થઈ હતી કે નહીં.

નોંધનીય છે કે સુકેશ ચંદ્રશેખર એક બિઝનેસમેન્ટ છે. તેણે રૂપિયા 200 કરોડની ખંડણી પોતાની પત્ની પાસેથી જ વસૂલી હતી. ત્યાર બાદ આ કેસમાં સુકેશની પત્ની લીના પોલ પણ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર લીના પોલે ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિંદર મોહન સિંહના પત્ની અદિતિ સિંહ સાથે ઠગાઈ કરવામાં ચંદ્રશેખરની મદદ કરી હતી.

દિલબર દિલબર સોંગથી પ્રખ્યાત થયેલી નોરા ફતેહી તાજેતરમાં જ અજય દેવગણની ભૂજ ફિલ્મમાં અભિનય કરી ચૂકી છે. સારી ડાન્સર તરીકે જાણીતી નોરા ફતેહીના સોશિયલ મીડિયા પર ખૂબ મોટી સંખ્યામાં ફેન્સ છે.

Most Popular

To Top