Gujarat

સુરત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ગાય અને ભેંસમાં ચેપી ચામડીનો રોગ ફેલાતા ફફડાટ

ગાંધીનગર: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પશુઓમાં (Cattle) એક ચામડીનો રોગ જોવામાં મળી રહ્યો છે. ખાસ કરીને આ રોગ સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch) અને સુરતના (Surat) જિલ્લાઓના પશુમાં દેખાઈ રહ્યો છે. લમ્પી સ્કીન ડીસીઝ (Lumpy skin diseases) રોગ ચેપી હોવાનું સામે આવી રહ્યું છે.

આ રોગથી પશુઓની ચામડી પર લાલ રંગના ફોલ્લા પડી જાય છે. અને તેના કારણે પશુઓમાં નબળાઈ આવે છે. લમ્પી સ્કીન ડીસીઝ મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરેથી ફેલાઈ છે. કચ્છના 11 જિલ્લાઓના પશુઓ આ રોગના ઝપેટમાં આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો આ રોગથી બચવા માટે 3 લાખ પશુઓનું રસીકરણ (Vaccine) કરવામાં આવ્યું છે. માત્ર રસીકરણથી લમ્પી સ્કીન ડીસીઝ રોગને નિયંત્રણમાં લાવી શકાય છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) કહ્યું કે હાલમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 11 જિલ્લામાં આ રોગના લક્ષણો જોવા મળ્યાં છે, જેમાં દેવભુમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે.

  • પશુઓમાં થતાં લમ્પી સ્કીન ડીસીઝ હાલમાં રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩ લાખ જેટલા પશુઓનું રસીકરણ કરાયું
  • આ રોગથી કચ્છના 11 જિલ્લા પ્રભાવિત
  • સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે જો કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો, જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુંઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે. પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ તથા તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી, પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય.

કેવી રીતે થાય છે લમ્પી સ્કીન ડિસીઝ ?
અત્રે ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે.

Most Popular

To Top