Dakshin Gujarat

સુરતના સ૨થાણા નેચ૨પાર્કમાં સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો, CCTVથી સતત રખાય છે નજર

સુરત: રવિવારે મોડી રાત્રે મનપા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં (Sarthana Nature Park) સિંહણ (lioness) વસુધાએ ત્રણ બચ્ચાઓને (Lion cub) જન્મ (Born) આપ્યો હતો. રાત્રિના સમયે સિંહણને પ્રસવ પીડા થઈ હતી અને ત્રણ બચ્ચાઓનો જન્મ થયો હતો. હાલ નેચરપાર્કના પશુ તબીબી અધિકારી અને ઇનચાર્જ ઝુ સુપરિન્ટેડન્ટ અને સ્ટાફ સિંહણ વસુધા તેમજ બચ્ચાઓનું સીસીટીવી મારફતે ઓબઝર્વેશન કરી રહ્યાં છે.

  • સરથાણા નેચરપાર્કમાં સિંહણે બચ્ચાને જન્મ આપ્યો
  • દોઢ વર્ષ બાદ સિંહણ વસુધાએ 3 બચ્ચાઓને જન્મ આપ્યો
  • CCTVની મદદથી બચ્ચા અને સિંહણ પર ઓબઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે
  • અધિકારીએ જણાવ્યું કે બચ્ચાઓનો વિકાસ સામાન્ય
  • 3 મહિનામાં વેક્સિનેશન થયા બાદ જાહેર જનતા જોઈ શકશે

આ વસુધા સિંહણને નર આર્ય સાથે 7 નવેમ્બર 2020 ના દિવસે રાયપુર નેચરપાર્ક થી લાવવામાં આવ્યા હતા. અને હવે દોઢ વર્ષ બાદ સિંહણ વસુધાએ 3 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. સિંહણની પ્રસુતિ પ્રક્રિયા 8 કલાક સુધી ચાલી હતી અને આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યું હતું. નેચરપાર્કના પશુ તબીબી અધિકારી દ્વારા નવા જન્મેલા બચ્ચાઓ પ્રતિ સિંહણ કઈ રીતનું વર્તન અપનાવે છે તેનું સતત ઓબઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. હાલ તમામ બચ્ચાને માદા સહિત સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તમામ બચ્ચાઓનો વિકાસ સામાન્ય છે.

3 મહિના બાદ જાહેર જનતા જોઈ શકશે બચ્ચા
તમામ બચ્ચાઓનું ત્રણ માસમાં વેક્સિનેશન થયા બાદ જાહેર જનતા જોઇ શકે તે માટે પીંજરાની બહાર કાઢવામાં આવશે તેમ મનપાના નેચરપાર્કના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

વાંસદાની અંબિકા નદી કિનારે દીપડાના પંજા દેખાતા ભયનો માહોલ
વાંસદા : વાંસદા તાલુકાના ખરજઈ ગામમાં વન્ય પ્રાણી દીપડાના આંટા ફેરા વધતા સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. ગામના સ્થાનિકો પાસેથી જાણવા મુજબ ખરજઈ ગામ નજીકથી પસાર થતી અંબિકા નદી કિનારે ત્યાંના ખેડૂતોએ વન્ય પ્રાણી દીપડો પોતાના બચ્ચા સાથે લટાર મારતો જોવા મળ્યો હતો, ત્યારબાદ હવે રહેણાંક વિસ્તારમાં અવાર નવાર દીપડો પોતાના બચ્ચા સહિત જોવા મળી રહ્યો છે. જેમાં એક ખેડૂતના ખેતરમાં પણ વન્ય પ્રાણી દીપડાના પંજા જોવા મળ્યા હતા. જેને લઇ વાંસદા નેશનલ પાર્ક દ્વારા ખરજઈ ગામે દીપડો પકડવા માટે મારણ સાથેનુ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ અઠવાડિયું થઈ ગયું હોવા છતાં પાંજરામાં કોઇ વન્ય પ્રાણી કેદ થવા પામ્યું ન હતું.

Most Popular

To Top