Charchapatra

એમને ગરમ કપડાં પહેરવા દો, યુનિફોર્મથી વધુ તે જરૂરી છે

શાળાઓમાં અભ્યાસ કરતાં ર્વ વિદ્યાર્થીઓ સામાજિક દૃષ્ટિએ અલગ ન પડે અને એકસરખા દેખાય તે પ્રમાણેનો યુનિફોર્મ પહેરવા અંગેનો આગ્રહ રાખવામાં આવ્યો છે જે આદરણીય અને આવકારદાયક છે.પરંતુ તા. 8 ડિસેમ્બરના વર્તમાનપત્રમાં ગુજરાત રાજ્યના શિક્ષણ કાર્યાલયના ઓફિસરો દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે શિયાળાની ઠંડી ઋતુમાં કોઇ પણ કલરનાં ગરમ કપડાં જેવાં કે સ્વેટર્સ કે જેકેટ્સ પહેરી શકશે. છતાં પણ શાળાઓએ નક્કી કરેલ મુજબના ગરમ કપડાં જ પહેરવા અંગેનો આગ્રહ રાખવામાં આવે છે તેમજ દબાણ પણ કરવામાં આવે છે. આજકાલ દરેક વિદ્યાર્થી પાસે ઠંડીથી રક્ષણ મેળવવા માટેનાં ગરમ કપડાં હોય છે જેના વડે શાળા સંચાલકોએ આજની  મોંઘવારીમાં સમજીને ચલાવી લેવું એ ફરજ પણ થઈ પડે છે. સામાન્ય રીતે અનુભવીએ છીએ કે દર વર્ષે બાળકોના શરીરનું બંધારણ તેમજ તેમની લંબાઇ વધતી જતી હોવાથી ઠંડીની ઋતુમાં પહેરવાં પડતાં યુનિફોર્મના ગરમ કપડાં ટૂંકાં પડતાં જાય છે. આથી આવાં ટૂંકાં ગરમ કપડાં પહેરી શકવા સક્ષમ નહિ હોવાને પરિણામે મોંઘવારીમાં નકામા થવાથી માથે પડે છે. આમ જોતાં આશા રાખીયે કે શિક્ષણ કાર્યાલય દ્વારા ગરમ કપડાં અંગેના આદેશને સૈધ્ધાંતિક રીતે માન આપવું એ આપણા સૌની ફરજ થઈ પડે છે.
સુરત- ભૂપેન્દ્ર સી. મારફતિયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાતી ભાષામાં કોમા અને અલ્પવિરામની કરામત
ગુજરાતીમાં એક ટપકા કે પોઇન્ટની માનવસહજ ભૂલ રહી જાય તો શબ્દનો અનર્થ અને રમૂજ સરજાય છે!ખેર, એક હાસ્ય ઘટના એવી ઘટી કે, જાણીતા વિદ્વાન વકીલની કથિત અશિક્ષિત ધર્મપત્નીને એમ કે, આજે તો હું પણ મારા પોતાના ઘરવાળા માટીને બતાવી દઉં છું કે,” હું અભણને પણ કાયદાની થોડીક  સમજ તો પડે જ છે. “! એટલે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી માટે જતાં વકીલ મહાશય પતિદેવને કહ્યું એક શરતે તને જવા દઉં,બોન્ડ પેપર ઉપર લખીને આપ કે હું, આજની પાર્ટીમાં દારૂ પીશ નહીં, પીધો તો જીવનભર પત્નીનો ગુલામ થઈને રહીશ.”! સજ્જન વકીલ પતિએ બોન્ડ પેપર પર બેધડક લખીને આપ્યું કે: “હું આજની પાર્ટીમાં દારૂ પીશ, નહીં પીધો તો જીવનભર પત્નીનો ગુલામ થઈને રહીશ.”! ઘરવાળી ખુશ થઇ મનોમન મલકાય.કિન્તુ ચાલુ અને ચેપ્ટર વકીલની શબ્દરચનાની કારીગરી અને કામગીરી જોતાં વચ્ચેનાં કોમા (અલ્પવિરામ)ની કમાલ જોવા જેવી ખરી. અર્થનો અનર્થ થવા પામ્યો!
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top