Entertainment

‘ટાઈટેનિક’નો હીરો 48 વર્ષની ઉંમરે 28 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો

નવી દિલ્હી: ટાઈટેનિક અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો (Leonardo DiCaprio) અને ગીગી હદીદનો (Gigi Hadid) રોમાંસ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. આ કપલ ફરી વાર ડેટ (Date) કરી રહ્યું હોવાની અફવા છે. ઓસ્કાર વિજેતા અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો અને સુપર મોડલ ગીગી હદીદ વચ્ચેનો રોમાંસ લાંબા સમયથી હોલીવુડમાં (Hollywood) ચર્ચામાં છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમની ડેટિંગની અફવાઓ ફરતી શરૂ થયા પછી ડી કેપ્રિયો અને હદીદે તેમના બ્રેક-અપ અને પેચ-અપની અટકળો સાથે નેટીઝન્સ અને મીડિયાનું ધ્યાન ઘણી વખત ખેંચ્યું હતું. ત્યારે હવે ફરી એકવાર આ ક્યુટ કપલ સાથે જોવા મળ્યું છે. જેના કારણે તેઓની ડેટિંગની અફવાએ જોર પકડ્યું છે.

ડી કેપ્રિયો 48 વર્ષનો છે જ્યારે હદીદ 28 વર્ષની છે. ઉંમરમાં લાંબો તફાવત હોવા છતાં પણ ફેન્સ આ જોડીને પસંદ કરે છે. બંને સેલિબ્રિટીઓએ અત્યાર સુધી તેમના સંબંધો વિશે ચૂપ્પી સાધી છે. જો કે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ કપલ હાલ પણ સાથે છે અને ડેટ કરી રહ્યું છે. ડી કેપ્રિયોનું અફેર લવ આઈલેન્ડ હોસ્ટ માયા જામ સાથે પણ હતું તેમજ આ પહેલા ભારતની મોડેલને ડેટ કરતો હોવાની પણ ચર્ચા હતી.

લિયોનાર્ડો ડી કેપ્રિયો અને સુપર મોડલ ગીગી હદીદે સતત બે દિવસ સાથે પાર્ટીમાં દેખાયા
અહેવાલ મુજબ લિયોનાર્ડો ડી કેપ્રિયો અને ગીગી હદીદ તેમના બ્રેકઅપના સમાચાર પછી ફરીથી સાથે પાર્ટી કરતા જોવા મળ્યા છે. ડી કેપ્રિયો અને હદીદે એકસાથે પાર્ટી કરી આ અંગે તેમના જ નજીકના એક સૂત્રએ પુષ્ટિ કરી હતી. લિયોનાર્ડો ડી કેપ્રિયો શનિવારે રાત્રે ધ હેમ્પટનમાં ગીગી હદીદ સાથે પાર્ટી કરતા જોવા મળ્યો હતો. આટલું જ નહીં આ રોમેન્ટિક કપલ રવિવારે રાત્રે પણ એક પાર્ટીમાં સાથે જોવા મળ્યું હતું.

Most Popular

To Top