Latest News

More Posts

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ટ્રાફિકની સમસયા વિકટ બની હતી

પાલિકાના દબાણ શાખા દ્વારા દુકાનો બહાર તથા ફૂટપાથ પરના દબાણો ક્યારે દૂર કરાશે?

વડોદરા શહેરના હાર્ટ સમાં પાણીગેટ થી લહેરીપુરા દરવાજા તથા માંડવી ચાર દરવાજા થી ચોખંડી અને ચાંપાનેર દરવાજા તરફ જતા માર્ગમાં છેલ્લા ઘણાં સમયથી ટ્રાફિકની સમસયા ઉદભવી હતી જે દિવાળી મહાપર્વ બાદ પણ અહીં ભીડભાડ યથાવત રહેતાં રાહદારીઓ, વાહનચાલકો ને અવરજવર માટે મુશ્કેલ બન્યું હતું પરંતુ ખાસ તો એમ્બ્યુલન્સ તથા ફાયરબ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને માટે પણ હાલાકી ભોગવવી વારો આવ્યો હતો જે અંગેનો અહેવાલ ગત સપ્તાહે અમારા ગુજરાતમિત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.અહી વેપારીઓ દ્વારા દુકાનો બહાર કરતા આડેધડ દબાણો જેમાં દુકાનો બહાર સુધી વસ્તુઓ મૂકીને, લટકાવીને દબાણો કરાય છે બીજી તરફ બંને સાઇડના ફૂટપાથ પર પથારાવાળાઓના દબાણો, બંને તરફ આડેધડ વાહન પાર્કિંગ ને કારણે ચાર દરવાજા વિસ્તારમાં લોકોને ખૂબ હાલાકી વેઠવી પડતી હતી.અહી કેટલાક જાગૃત નાગરિકો તથા પૂર્વ કાઉન્સિલર દ્વારા પણ આ અંગેની રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે અહીં ટ્રાફિક શાખા દ્વારા આડેધડ વાહનો પાર્ક કરાતા વાહનચાલકો વિરુદ્ધ તથા અન્ય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અને દંડ ફટકારતા અહીં ટ્રાફિક જામની સમસ્યા હાલ પૂરતી હળવી બની છે પરંતુ પાલિકાના દબાણ શાખા દ્વારા હજી સુધી કોઇ કાર્યવાહી ન કરાતાં હજી પણ ચાર દરવાજા વિસ્તારમાં વેપારીઓ અને પથારાવાળાઓ ના દબાણો જોવા મળી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના માંડવી ચાર દરવાજા, લહેરીપુરા દરવાજા સહિતના ચાંપાનેર દરવાજા તરફ ટ્રાફિક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.

To Top