National

કુનો નેશનલ પાર્કમાં આવશે વધુ 12 ચિત્તા, ગ્લોબમાસ્ટર પ્લેન થશે રવાના

નવી દિલ્હી : મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) હવે ટૂંક સમયમાં દીપડાઓની (Leopard) સંખ્યામાં વધારો થઇ જશે .આ વિશે હાલમાં જ આ ખુશીના સમાચાર જાણવા મળ્યા છે. આગામી દિવસોમાં આવનારા નવા ચિત્તાઓ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. આગામી 17 ફેબ્રુઆરીએ રાત્રે 8 કલાકે દક્ષિણ આફ્રિકાથી વિશેષ ગ્લોબમાસ્ટર પ્લેન (Globemaster Plane) રવાના થશે અને આ વિમાન 18મી ફેબ્રુઆરીએ સવારે 10:00 કલાકે ગ્વાલિયર હવાઈ અડ્ડા ઉપર ઉતરશે. દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા માટે વાયુસેનાનું વિશેષ વિમાન C-17 ગ્લોબમાસ્ટર ગુરુવારે સવારે દક્ષિણ આફ્રિકા માટે ઉડાન ભરી ચૂક્યું છે. 18 ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 કલાકે ચિત્તાઓને લઈ જતું આ વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર ઉતરશે, ત્યારબાદ MI 17 હેલિકોપ્ટર દ્વારા ચિત્તાઓને કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. વેટરનરી ડૉક્ટર અને ચિત્તા નિષ્ણાત ડૉ. લોરેલ આ જ ખાસ વિમાનમાં ચિત્તાઓની સાથે જશે.

  • કુનો નેશનલ પાર્કમાં ટૂંક સમયમાં દીપડાઓની સંખ્યામાં વધારો થશે
  • દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા વાયુસેનાનું વિશેષ વિમાન C-17 ગ્લોબમાસ્ટર રવાના
  • વધુ 12 ચિત્તા 18મી ફેબ્રુઆરીએ સવારે 10:00 કલાકે ગ્વાલિયર હવાઈ અડ્ડા ઉપર ઉતરશે

સુરક્ષા મંત્રાલય અને એર ફોર્સ આ સંપૂર્ણ સેવા માટે પર્યાવરણ મંત્રાલય તરફથી કોઈ પણ ફીસ નથી લીળી અને શુલ્ક સેવા પૂરી પાડવા માટે કટ્ટીબદ્ધ થયું છે.

વધુ 7 નર ચિત્તા અને પાંચ માદા દીપડા કુનો નેશનલ પાર્કમાં લવાશે
સાઉથ આફ્રિકથી ભારતમાં વિમાન લેન્ડ થયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના સ્વાગત માટે હાજર રહેશે. હવે પછીના બીજા રાઉનડ માં દક્ષિણ આફ્રિકાથી 7 નર અને પાંચ માદા દીપડા લાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ધારા ધોરણો હેઠળ આ ચિત્તાઓને 1 મહિના માટે કુનો નેશનલ પાર્કમાં ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થયેલા એમઓયુ અનુસાર દર વર્ષે દક્ષિણ આફ્રિકાથી આગામી 10 વર્ષ સુધી 10 થી 12 ચિત્તાઓને દેશમાં લાવવામાં આવશે જેથી તેમની પૂરતી સંખ્યા અહીં રહી શકે.

નામિબિયાથી લાવવામાં આવ્યા હતા 8 ચિત્તાઓ
આથી પહેલા નામિબિયા ખાતેથી 8 ચીત્તાઓને કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા.જે પૈકી ત્રણ નર અને પાંચ માદા ચિત્તાઓનો સમાવેશ થાય છે. અને આ દરેક ચિત્તાઓને એક પછી એક નાના અને મોટા વાળાઓમાં છોડવામાં આવ્યા હતા હાલ આ પાર્કમાં ચિત્તાઓ હવે સેટ થઇ ગયા છે અને તેઓ શિકાર પણ સારી રીતે કરી રહ્યા છે. વિદેશથી લવવામાં આવેલ બે જોડિયા નર ચીત્તાઓમાં એલ્ટન અને ફ્રેડીની તસ્વીરની પોસ્ટ પણ સોશિઅલ મીડિયા ઉપર વાયરલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે નામિબિયા થી આવ્યા બાદ સૌથી પહેલા આ બને જોડિયા ભાઈઓને જ મોટા વાડામાં છોડવામાં આવ્યા હતા અને ત્યારવબાદ બને ભાઈઓ વાડામાં સારી રીતે સેટ થઇ ગયા છે…

Most Popular

To Top