Sports

ટીમ ઈન્ડિયા સાથે રમાઈ આવી રમત: એવું શું થયું કે ટીમ સીધી દિલ્હીથી નોઈડા પહોંચી ગઈ

નવી દિલ્હી : (New Delhi) ટીમ ઇન્ડિયા (Team India) ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમવા માટે તૈયાર છે. હવે ભારતનો ઓસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ ક્રિકેટ મેચનો (Cricket Match ) બીજો મુકાબલો શુક્રવારે 17મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં (Arun Jaitley Stadium) રમાનારી મેચ માટે ટીમ ઇન્ડિયા દિલ્હી પહોંચી હતી. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વીરૂયુદ્ધ પહેલી ટેસ્ટ જીતીને લીડ મેળવી છે. બીજી મેચમાં પણ તેમ તેનું સારો દેખવ કરવાના જોશ સાથે મેદાને ઉતારશે આ તરફ ઓસ્ટ્રેલિયા પણ જીત મેળવીને પોઇન્ટને બરાબર કરવા મેદાને ઉતારશે. દરમયાન તેમની સાથે રમત રમાઈ ગઈ છે. તો ચાલો તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયા દિલ્હી પહોંચ્યા બાદ શા માટે નોયડા જવાનો વારો આવ્યો હતો.ભારતીય ટીમ બે દીવસ પહેલા જ હોટલ પહોંચી હતી ,જોકે અચાનક તેમની હોટલ બદલી દેવામાં આવી હતી અને પ્લેયરોને નોઈડાની હૉટેલમાં સીફ્ટ થવાનો વારો આવ્યો હતો.

ટીમ ઈન્ડિયા ITC મૌર્યથી સીધી નોઈડાની લીલા હોટેલ પહોંચી
બે દિવસ પહેલા દિલ્હી પહોંચેલી ટીમ ઇન્ડિયા માટે રોકાણની વ્યવસ્થા દિલ્હીની આઈસીસી મૌર્ય હોટલમાં કરવામાં આવી હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે લગ્નની સીઝન અને G20 સમિટને કારણે ટીમ ઈન્ડિયાને બીજી હોટલમાં શિફ્ટ કરવામાં આવી છે. અહેવાલ છે કે ભારતીય ટીમ ટૂંક સમયમાં નોઈડાની હોટેલ લીલામાં શિફ્ટ થશે અને મેચ પૂરી થાય ત્યાં સુધી ત્યાં જ રહેશે. આ રીતે, ટીમની હોટલમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો છે અને તે મજબૂરીમાં લેવામાં આવ્યો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. નેટ્સ પર પહોંચ્યા બાદ ભારતીય ટીમે તેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

કોહલી પણ તેની કાર લઇ દિલ્હી પહોંચ્યો હતો
ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન સ્ટાર ખેલાડી વિરાટ કહોલી દિલ્હી તેની કારમાં આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.દરમયાન વિરાટ કહોલીએ તેની સેલ્ફી પણ પોસ્ટ કરી હતી.જેને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. વિરાટનું દિલ્હી નજીક ગુડગાંવમાં તેમનું પોતાનું એક ઘર છે. ટીમની અમુમતિ બાદ હવે તેઓ ત્યાં સીફ્ટ થયા છે.જોકે આ દરમ્યાન તેઓ ટીમ મેનેજમેન્ટ્સ સાથે જોડાયેલા રહેશે પરંતુ ટીમ ઇન્ડિયાના દરેકે દરેક પ્રેકટીસીસ સેસન્સમાં તેઓ હાજર રહેશે. હવે મેચ માટે માત્ર એકજ દિવસ શેષ રહ્યો છે અને ઉલ્લેખનીય છે કે વિરાટ કહોલી દિલ્હીના જ રહેવાસી છે અને અરુણ જેટલી સ્ટેડિયમ જે હાહેલા ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમથી ઓળખાતું હતું તેમાં તેઓ ખુબ મેચ રમી ચુક્યા છે. અને હવે કહોલીના ફેન ઈચ્છે છે કે તેમનું બેટ જોરદાર ચાલે અને છેલ્લા સાડાત્રણ વર્ષથી સતકનો દુકાળ છે તેને પણ દૂર કરે. હવે જોવું રહ્યું કે ટીમ ઇન્ડિયા અહીં કેવું પ્રદર્શન કરી શકે છે.

Most Popular

To Top