National

દુ:ખ, ગુસ્સા, લાચારી સાથે કાશ્મીરી પંડિતો ફરી છોડી રહ્યા છે પોતાનું ઘર

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓની થઇ રહેલી હત્યાઓના પગલે કાશ્મીરી પંડિતો તેમના ઘર છોડી રહ્યા છે. ઘાટીમાં સતત થતી હત્યાઓનાં પગલે હવે તેઓની ધીરજ ખૂટી રહી છે. રાતોરાત કાશ્મીરી પડીતો પોતાનું ઘર છોડી રહ્યા છે. દુ:ખ, ગુસ્સા, લાચારીની વચ્ચે કાશ્મીરી પંડિતોએ પણ ખીણમાં તમામ સ્થળોએ દેખાવો મોકૂફ રાખ્યા છે. આ સાથે આ વર્ષે ખીર ભવાની મેળાનો વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે સરકારી કર્મચારીઓ ત્યાં છે તેઓ સુરક્ષા માંગે છે અથવા ટ્રાન્સફર ઈચ્છે છે.

અનંતનાગના મટ્ટનમાં 90 ટકા ઘરો ખાલી
ટાર્ગેટ કિલિંગને કારણે ઘાટીમાં વાતાવરણ ખૂબ જ તંગ છે. આતંકવાદીઓએ કાશ્મીરને 90ના દાયકામાં પાછળ ધકેલી દીધું છે. 26 દિવસમાં 10 હત્યાઓ થઈ છે. ત્યારથી કાશ્મીરી પંડિતોની હિજરતનો યુગ શરૂ થયો છે. PM પેકેજમાંથી મળેલા અનંતનાગના મટ્ટનમાં 90 ટકા ઘરો ખાલી થઇ ગયા છે. આ એ કોલોની છે જે PM પેકેજ અતર્ગત બનાવવામાં આવી છે અને અહીં કાશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારીઓ રહે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી થેઈ રહેલી હત્યાના પગલે તેઓએ પોતાની ઘર છોડી દીધું છે. અને અહીની સ્થિતિ સુધારવાની રાહ જોઈ રહ્યા છે.

જે ગામમાં હત્યાની ઘટનાઓ બની રહી છે એ કુલગામ અને અનંતનાગનાં ઘણા વિસ્તારોમાં રહેતા કાશ્મીર પંડિતોએ સુરક્ષાની માંગ કરી છે. જે જેથી તેઓ ઘાટી છોડી શકે અને અન્ય સ્થળ પર જઈ શકે. કાશ્મીરમાં રાહુલ ભટ્ટની હત્યા પછી પંડિતો પ્રદર્શન કરી રહ્યા છે. અનંતનાગમાં રહેતા કાશ્મીરી પંડિત અવિનાશે જણાવ્યું કે, જ્યાં સુધી પુરતી સુરક્ષાની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 26 દિવસમાં 10 લોકોની હત્યા કરવામાં આવી
કાશ્મીરમાં આ વર્ષે આતંકીઓએ 20 નાગરિકોની હત્યા કરી તેમાંથી 9 હત્યાઓ તો છેલ્લાં 22 દિવસમાં થઈ છે. આ 9 લોકોમાં 5  હિન્દુ અને 3 સેનાના જવાન હતા. આ જવાન રજા પરથી ઘરે આવ્યા હતા. આતંકીઓએ એક ટીવી એક્ટરની પણ હત્યા કરી છે. ગુરુવારે રાતે લોકલ ટેરરિસ્ટ ગ્રુર કાશ્મીર ફ્રિડમ ફાઈટર (KFF)એ લેટર જાહેર કરીને ધમકી આપી છે કે, બધાની હાલત આવી જ થશે.

1990માં સૌથી વધુ કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડ્યું હતું
1990માં ઘાટીમાંથી સૌથી વધુ પંડિતોએ કાશ્મીર છોડ્યું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 1990માં 219 કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી પંડિતોએ કાશ્મીર છોડવાની શરૂઆત કરી હતી. એક અંદાજ પ્રમાણે 1 લાખ 20 હજાર કાશ્મીરી પંડિતોએ તે સમયે કાશ્મીર છોડ્યું હતું.

Most Popular

To Top