Vadodara

કાન્હાના બહુચર્ચિત બિલ્ડર અંકિત ઠક્કરનું ભોપાળું ખુલ્લું પાડતા રહીશો

વડોદરા : રવિવારે સાંજે ૮:૦૦ કલાકે ૨૦૦ જેટલા રહીશો એ છેક સોમાતલાવ પાસે દશ વર્ષ પહેલાં મેઇન્ટનાન્સ ના રૂપિયા ઉઘરાવી વેચેલા કાન્હા હાઇટ -૧ ના આઠ ટાવરો ના રહીશોએ બૈરા – છોકરા સાથે આવી અંકિત ઠક્કર ના કારેલીબાગ સ્થીત વિશાળ બંગલે આવી અંકિત ઠક્કરે ૧૦ વર્ષ પહેલાં જ્યારે ફ્લેટ વેચ્યા ત્યારે દરેક ફ્લેટ દીઠ ઉઘરાવેલા અંદાજે કુલ રૂપિયા બે કરોડ નહિ આપતો હોવાથી કોમન ઈલેક્ટ્રીસિટી ની લિફ્ટ અને દાદરા ની લાઈટો કાપી જતા ધામો નાખ્યો.
અંકિત ઠક્કરે કાન્હા હાઇટ – ૧, સોમાતલાવ વાળા રહીશો ના ૧૦ વર્ષ પહેલાં મેઇન્ટનાન્સ ના રૂપિયા ઉઘરાવી પોતાની પાસે રાખી, વાર્ષિક ૭% ના દરે વ્યાજ આપીશ તેમ કહી અંદાજે બે કરોડ રૂપિયા પોતાની પાસે રાખેલ હતા.

જેનું વ્યાજ પણ ઘણા મહિનાઓથી ચૂકવતા નહોતા જેથી કોમન મેઇન્ટનાન્સ માં આવતું લિફ્ટ, દાદર ની લાઈટો, પાર્કિંગ લાઈટો વિગેરે નું કોમન વીજ મીટર નું જોડાણ કપાઈ ગયેલું. છેલ્લા દશ વર્ષથી કોમન મેઇન્ટનાન્સ ના રૂપિયા ની ઉઘરાણી કરવા આવતા કાન્હા હાઇટ -૧ ના આઠ જેટલા ટાવર ના રહીશો ને સમજાવી પટાવી પાછા મોકલી દેતા. રવિવારની રજા બગાડી ૧૦ કી.મી દૂર થી આવેલા કેટલીક મહિલાઓ એ તો એમ પણ રોકડું પરખવ્યું કે “કાન્હા, કાન્હા કરી તમે અમારું માખણ ઉઠાવી ગયા”

Most Popular

To Top