Charchapatra

કચરાગાડીની સાઇઝ મોટી રાખો

આજે સુરત શહેર ભારત દેશમાં, સ્વચ્છ શહેર તરીકે બીજા નંબરનું બિરુદ હાંસલ કર્યું છે જે ચોકકસ ગૌરવપદ છે. જેને માટે શહેરમાં કાર્યરત ‘ડોર ટુ ડોર’ કચરાગાડીને સેવાને આભાર છે. પરંતુ જયારે હવે શહેરી વિસ્તારો વિકસ્યા છે ત્યારે હાલ પ્રવર્તીત કચરાગાડીઓ નાની પડે છે જેથી ઘણીવાર કચરો ઓવરફલો થઇ બહાર રસ્તા પર પડે છે.

ત્થા સાઇડમાં રાખેલા કોથળામાંથી પણ પડી શકે છે. જે સ્વચ્છ શહેર અભિયાન માટે સારું નથી લાગતું, આથી શાસકોને નમ્ર વિનંતી કે આ કચરાગાડીઓની ‘સાઇઝ’ એરીયા પ્રમાણે મોટી રાખો, જે જનસુખાકારી માટે પણ જરૂરી છે. આ ઉપરાંત પોતાના રહેણાંક વિસ્તારોને સ્વચ્છ અને સુઘડ રાખવા, રહીશો પણ સાથ – સહકાર આપો, એવી નમ્ર અરજ છે.

સુરત     – દિપક બી. દલાલ            – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top