Gujarat Main

જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે : ડો. ફૂકહોરી યાસુકાતા

જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સયુલ જનરલ ડો. ફૂકહોરી યાસુકાતાએ ગુરુવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી.રૂપાણી સાથેનીઆ બેઠકમાં જાપાનના કોન્સયુલ જનરલે જણાવ્યું હતું કે આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે.

રૂપાણીએ કહ્યું હતું કે કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે. એફ.ડી.આઇ. રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે. રૂપાણીએ આ બેઠકની વિવિધ ચર્ચાઓ દરમ્યાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા આપતા સ્પષ્ટ પણે કહ્યું હતું કે જાપાન ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે તો આર્થિક અને ઔદ્યોગિક શકિત તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે.

તેમણે જાપાનના પ્રધાન મંત્રીની ભારત ગુજરાત અમદાવાદની મુલાકાતની યાદ તાજી કરતા કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાતથી ગુજરાતને પણ મહત્તમ લાભનો અનુભવ ગુજરાતને થયો છે

Most Popular

To Top