Editorial

એપ્રિલની શરુઆતમાં જ તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી જાય તે સ્થિતિ ગંભીર છે

હજી તો એપ્રિલ મહિનાની શરુઆત થઇ છે ત્યારે જ મે મહિના જેટલી ગરમી પડવા લાગી છે. આ સ્થિતિ માનવજીવન માટે સારી નથી. આ પરિસ્થિતિ પર અત્યારથી જ કાબૂ મેળવવવાનો પ્રયાસ કરવો જોઇએ જેથી આવનારા સમયમાં તેનાથી ભાવિ પેઢીને બચાવી શકાય. થોડા વર્ષ પહેલા એરિઝોના યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલો ક્લાઈમેટ ચેન્જને લગતો અહેવાલ વિખ્યાત નેચર જનરલમાં પ્રસિદ્ધ થયો હતો.

નવી પદ્ધતિથી થયેલા અભ્યાસમાં જણાયું હતું કે છેલ્લાં ૧૫૦ વર્ષમાં ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે એટલું છેલ્લાં ૨૪ હજાર વર્ષમાં પણ વધ્યું નથી. ક્લાઈમેટની દૃષ્ટિએ આ તબક્કો ખૂબ જ જોખમી હોવાનું સંશોધકોએ કહ્યું હતું.એરિઝોના યુનિવર્સિટીના સંશોધકોએ વિવિધ સેમ્પલના આધારે છેલ્લાં હિમયુગથી લઈને અત્યાર સુધીના તાપમાનનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. સમુદ્રમાંથી મળેલા સજીવોના અવશેષો પર જે તે વખતે થયેલી તાપમાનની અસરોનું વિશ્લેષણ કર્યા બાદ અને તેનો કમ્પ્યુટર મેથડમાં અભ્યાસ કર્યા બાદ તારણ આપ્યું હતું કે છેલ્લાં હિમયુગ પછી પહેલી વખત આટલું તાપમાન વધ્યું છે.

પ્રોફેસર જેસિકા ટેર્નીએ કહ્યું હતું કે માનવ સર્જિત ગતિવિધિના કારણે છેલ્લાં ૧૫૦ વર્ષથી પૃથ્વીનું તાપમાન વધ્યું છે. આટલું તાપમાન છેલ્લાં ૨૪૦૦૦ વર્ષથી વધ્યુ ન હતું. તાપમાનનો વધારો કુદરતી કારણોસર ૧૦ હજાર વર્ષ પહેલાં શરૃ થયો હતો, પરંતુ એનું પ્રમાણ ઘણું નીચું હતું અને તે ફરીથી રિકવર થઈ જતું હતું એવું પણ અહેવાલમાં કહેવાયું હતું.વિવિધ મેથડના આધારે એરિઝોના યુનિવર્સિટીના સંશોધકોએ ૨૦૦-૨૦૦ વર્ષના ગાળાના તાપમાનનો અભ્યાસ કર્યો હતો. એમાં છેલ્લાં ૨૦૦ વર્ષમાં તાપમાનમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો હતો. તેની પાછળ દેખીતા માનવ સર્જિત કારણો પણ જણાયા હતા.

સંશોધકોનો અહેવાલ વિખ્યાત નેચર જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.પ્રોફેસર જેસિકા ટેર્નીએ કહ્યું હતું કે આપણે ગ્લોબલ વોર્મિંગની એ હદ વટાવી ચૂક્યા છે જેને સાધારણ કહી શકાય. હવે માનવજાત ખૂબ જ જોખમી તબક્કામાં પહોંચી ચૂકી છે. હવે ચેતવણીનો સમય પણ વીતી ચૂક્યો છે. આ સમયગાળો પૃથ્વી અને માનવજાત માટે ખૂબ જ ખતરનાક છે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન છેલ્લાં ૨૦૦ વર્ષમાં જેટલું વધ્યું છે એટલું અગાઉ ક્યારેય વધ્યું ન હતું. ૨૧મી સદીના બે દશકામાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન સતત વધી રહ્યું છે અને એના કારણે આગામી દશકામાં ગંભીર પરિણામો ભોગવવા પડશે એવું પણ તેમણે કહ્યું હતું.

આ સ્થિતિના કારણની વાત કરીએ તો ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જનપૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ , મિથેન અને નાઈટ્રસ ઓક્સાઈડ જેવા વાયુઓનું પ્રમાણ વધવાથી સૂર્યની ગરમી પૃથ્વી પર જ રોકાઈ જાય છે, જેને ‘ગ્રીનહાઉસ ઈફેક્ટ’ કહેવામાં આવે છે આ ઉપરાંત અશ્મિભૂત ઈંધણનો વપરાશકોલસો, પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણનો ઉપયોગ વાહનો અને કારખાનાઓમાં મોટા પાયે થાય છે.

આ ઈંધણના દહનથી પુષ્કળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણમાં ભળે છે જ્યારે ત્રીજા અને સૌથી મહત્વના કારણની વાત કરીએ તો જંગલોનો વિનાશ (Deforestation)વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે અને ઓક્સિજન છોડે છે. વધતી વસ્તી અને શહેરીકરણને કારણે જંગલો કપાતા જાય છે, પરિણામે હવામાં કાર્બનનું પ્રમાણ વધે છે અને તાપમાનમાં વધારો થાય છે. આ ઉપરાંત ઔદ્યોગિકીકરણઉદ્યોગો અને ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો અને રાસાયણિક કચરો વાતાવરણને પ્રદૂષિત કરે છે.

તેમાં રહેલા હાનિકારક વાયુઓ પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો કરે છે.ખેતી અને પશુપાલનનાઈટ્રોજનયુક્ત ખાતર: ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો નાઈટ્રસ ઓક્સાઈડ મુક્ત કરે છે. ગાય અને ભેંસ જેવા પશુઓના પાચનતંત્ર દ્વારા મિથેન વાયુ ઉત્પન્ન થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે.6. ફ્રીજ અને એસીનો વપરાશએર કંડિશનર (AC) અને રેફ્રિજરેટરમાંથી નીકળતા ક્લોરોફ્લુરોકાર્બન્સ (CFCs) ઓઝોનના પડને નુકસાન પહોંચાડે છે અને પૃથ્વીને ગરમ કરવામાં મોટો ભાગ ભજવે છે.

Most Popular

To Top