Vadodara

અલકાપુરી ગરનાળામાં આગ લાગવાને બે મહિના થવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી

વડોદરા : શહેરના અલકાપુરી ગરનાળા બે મહિના થી વધુ સમય લાગેલી આગ લાગવાથી ગરનાળા ઉપર અને અંદર કાળું કાળું થઈ ગયું છે. વિશ્વામિત્રી બ્યુટીફીકેશન પડેલી નેતાઓને આ ગરનાળું દેખાતું નથી. પાલિકાની દરિદ્રતા જોવી હોય તો અલકાપુરીના ઘરના માંથી પસાર થવું પડે. વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાત કરી રહ્યું છે અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પણ મુકવામાં આવ્યા છે પરંતુ વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી નહીં પરંતુ સ્માર્ટ અધિકારીઓ દ્વારા સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે.વડોદરા શહેરના પોશ વિસ્તારમાંથી પસાર થતું અલ્કાપુરી ગરનાળુ જે બે મહિના અગાઉ આગ લાગવાથી આખું ગરનાળું કાળા કોલસા જેવું થઈ ગયું છે. શહેરના બહારગામથી કોઈ પ્રવેશ કરે તો તેને પાલિકાની દરિદ્રતા જોવા મળે.

શહેરના પોશ વિસ્તાર જવા અને આવવા માટે જ્યારે નાગરિકો આ ગરનાળા માંથી પસાર થાય છે. ત્યારે કોલસાની ખાણ માથી પસાર થઈ બહાર નીકળ્યા બાદ હાશકારો અનુભવે છે. વિશ્વામિત્રી બ્યુટીફીકેશન માં પડેલા નેતાઓને આ ગરનાળું દેખાતું નથી. નેતાઓને આ ગરનાળા ઉપર ચૂનો મારવાનો પણ સમય નથી. પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે એવો અહેસાસ થાય છે. અલકાપુરી ગરનાળા ની જો વાત કરવામાં આવે તો બે ઇંચ વરસાદમાં આંખુ ગરનાળુ ભરાઈ જાય છે. વરસાદી ચેમ્બર બેસી ગઈ છે અને ઘરના ની અંદર ગટરની ચેમ્બરો પર ખુલ્લી છે. ગરનાળુ અંદરથી અંધારિયું થઈ ગયું છે. દરરોજ વડોદરાના મેયર કેયુર રોકડિયા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ,ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ સહિત પોલીસ કમિશનર ડો શમશેર સિંઘ આ ગળનાળા માંથી પસાર થાય છે. તો શું એ અધિકારીઓ ને દેખાતું નહિ હોય.બે મહિના થઇ ગયા હોવા છતાં પણ કોઈપણ કામગીરી કરનારાં કરવામાં આવી નથી.

માત્ર 2 ઈંચ વરસાદમાં ગળનાળુ ભરાઈ જાય છે તેનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ

અલકાપુરી ગરનાળા માં પાલિકા દ્વારા દર 2 અને 5 વર્ષે તેનું બ્યુટીફીકેશન કરવામાં આવે છે તેનું રોકાણ કરવામાં આવે છે છતાં પણ કેટલાક વર્ષોથી 2 ઇંચ વરસાદમાં ત્યાં પાણી ભરાઈ જાય છે અને ગરનાળુ બંધ કરવું પડે છે.અને પોતાના મળતીયાને કોન્ટ્રાકટ આપી દેવામાં આવે છે. પાલિકાએ જ્યારે ગરનાળા નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારે અંદરની લાઈટો લગાવવામાં આવી હતી તેને સુંદર બનાવામાં આવ્યુ હતુ. હવે જ્યારે આગની ઘટનાને બે મહિનાનો સમય વીતી ગયો છે છતાં પણ પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી કે જે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી હતી તેના દ્વારા પર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. પાલિકા હોર્ડિંગ્સ ઉપર કમાણી કરી રહી છે ત્યારે તેની મરામત કરાવવાની કામગીરી કરવામાં આવતી નથી. ગરનાળાનો નીચેના ભાગમાં કામગીરી કરવાની જિમ્મેદારી મહાનગરપાલિકાની છે ત્યારે ઉપરના ભાગે રેલવેની ફરજ છે.

આગની ઘટનામાં બાદ જવાબદાર કોન્ટ્રાક્ટરને કેમ બ્લેકલિસ્ટ ન કરાયો? : ભથ્થુ

પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શહેરની ઓળખ સમા વડ પાલિકાએ બહુ ઓછા બાકી રાખ્યા છૅ બાકીના કાપી નાંખ્યા છે. હવે શહેરની ઓળખ અલકાપુરીનો ગરનાળું છે. ગરનાળામાં વર્ષોથી પાણી ભરાવવાના કારણે લોકો હેરાન થઈ ગયા છે. પોતાના મળતિયાઓને હોર્ડિંગ્સ લગાવવા માટે પરમિશન આપવા બાદ એમાં પણ ભ્રષ્ટાચાર આચરાય છે. જાહેરાતોથી પાલિકાને આવક થાય છે. વીજળીનું જોડાણ કરે છે અને તેમાં મોટી આગની ઘટના બની જાય છે. જે કોન્ટ્રાક્ટરની ગરનાળાની જિમ્મેદારી છે તે કોન્ટ્રાક્ટર કામગીરીના કરે નહિ તો તેને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. આંખોથી દેખાતા નાળું અને ડ્રેનેજ લાઈન આંખોવાળા આંધળા ઓ ને કેમ દેખાતું નથી. ગરનાળા ની અંદર અંધારું છે અને ગટરોની ચેમ્બર પણ ખુલ્લી છે તો પાલિકા કોણ મળે તેની રાહ જોઈ રહી છે અને જો કોઈ મળશે તો તેની જિમ્મેદાર કોની?

Most Popular

To Top