World

ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું અભિયાન શરૂ, ઓપરેશન અજય લોન્ચ

નવી દિલ્હી: ઈઝરાયેલ-પેલેસ્ટિન યુધ્ધ(Israel-Phalistine War) દમિયાન ‘એર ઇન્ડિયા કંપની'(Air india comapani) દ્વારા ઘણી ફ્લાઇટો(Flights) સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારે હવે ઇઝરાયેલમાં(Israel) વસતા ભારતીયો(Indians) માટે એક શુભ સમાચાર(Good News) સામે આવ્યા છે. ઈઝરાયેલથી ભારત માટે એક ચાર્ટટ ફ્લાઇટની(Chater Flight) સગવડ કરવામાં આવી છે જેના દ્વારા 230 ભારતીયોને પરત(Back) લાવવામાં આવશે.

ઈઝરાયેલ-પેલેસ્ટિન યુધ્ધના પગલે 7 ઓકટોબરના રોજ એર ઈન્ડિયા કંપનીએ ઘણી ફ્લાઇટો સ્થગિત કરી હતી જેના કારણે ઘણા ભારતીયો ઇઝરાયેલમાં ફસાઈ ગયા હતા. તેવા સમયે ભારતીય હવાઈ માર્ગ સેવા દ્વારા ચાર્ટટ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વહેલા તે પહેલાના ધોરણે કુલ 230 લોકોને ઇઝરાયેલથી ભારત પરત લાવવામાં આવશે. આજે સાંજે 9 કલાકે 230 લોકોને ભારત પરત લાવવા માટે ફ્લાઇટ રવાના થશે. તમને જણાવી દઈએ કે આ ફ્લાઈટમાં ઇઝરાયેલના એવા લોકોને લાવવામાં આવશે જેઓ ભારત પરત ફરવા માંગે છે પરંતુ એર ઈન્ડિયા દ્વારા સ્થગિત કરાયેલ ફ્લાઇટના કારણે ભારત આવી શક્યા નથી.

વધુમાં સૂત્રોએ જણાવ્યુ હતું કે આ ફ્લાઈટમાં સવાર તમામ લોકોનો ખર્ચ ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. યાત્રીઓ વિના મૂલ્યે ભારત પરત ફરશે. આ ઓપરેશનને ” ઓપરેશન અજય ” નામ આપવામાં આવ્યું છે. આ ફ્લાઇટ બેન ગુરિયન હવાઈ માર્ગથી ભારત માટે આજે 9 વાગ્યે રવાના થશે. તમને જણાવી દઈએ કે ઇઝરાયેલમાં ભારતના 18,000 નાગરિકો રહે છે.

દૂતાવાસ દ્વારા ભારતીયોની નોંધણી માટે લિંક બહાર પાડવામાં આવી
ઇઝરાયેલના ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયોને ભારતીય દૂતાવાસ તેલ અવીવ, ઇઝરાયેલમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાની સલાહ આપી છે. દૂતાવાસમાં નોંધણી કરાવવાથી તેઓને કટોકટીની સ્થિતિમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. એમ્બેસીએ જણાવ્યું હતું કે નોંધણી કરાવવાથી અમારા ઈમેલ નેટવર્ક દ્વારા યાત્રીઓને વિવિધ ઈવેન્ટ્સ વિશેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં પણ સરળતા રહેશે. https://indembassyisrael.gov.in/whats?id=dwjwb આ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ઈમરજન્સી હેલ્પલાઈન નંબર અને ઇ મેઈલ
ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસ દ્વારા 24×7 ઈમરજન્સી હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યા છે. જે આ મુજબ છે- +972-35226748 અને +972-543278392 ઇમેઇલ: cons1.telaviv@mea.gov.in
તમને જણાવી દઈએ કે, લગભગ 18,000 ભારતીય નાગરિકો ઇઝરાયેલમાં રહે છે અને કામ કરે છે. ઇઝરાયેલમાં મોટી સંખ્યામાં ભારતીયો કેરગીવર તરીકે કામ કરે છે. જો કે, લગભગ એક હજાર વિદ્યાર્થીઓ, ઘણા આઇટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ ત્યાં રહે છે. સાથે જ ભારતીય મિશન અજય, તેલ અવીવ અને ગાઝાના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પણ તમામ ભારતીયોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Most Popular

To Top