Charchapatra

દાન-પૂણ્ય, ડોનેશન દુ:ષણ છે…

મંદિર કે હોસ્પિટલનું નિર્માણ થતું હોય, તેમાં આર્થિક સહાયરૂપે નાણાં આપવા તેને દાન કહી શકાય છે. દાન કોઈના પૂર્ણ્યાથે કે સ્મરણાર્થે  અપાતું હોયછે. જેને પૂણ્યશાળી કામ કહેવાય છે. માણસ વેપાર – ધંધા, ખેતીમાંથી ખુબ કમાણી કરે તો અમુક રકમ દાન તરીકે વાપરવી જોીએ, દાનના અનેક પ્રકારો છે. જેમ કે નેત્રદાન, દેહદાન, શ્રમદાન ચક્ષુદાન કિડની-દાન કન્યાદાન, ગુપતદાન આ દાન પૈકી રક્તદાન કરો તો લોહીનું બુંદ બુંદ કોઈની જિંદગી બચાવીને જીવતદાન આપી શકે છે. ઘણાં દાનવીર તો નામની પ્રસિદ્ધિ અને પોતાના નામની તકતી મુકવામાં આવે તેવા મોહ રાખતા હોય છે જયારે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જે દાન આપે છે તેને ગુપ્તદાન કહેવાય છે. (આ મોટામાં મોટુ દાન છે. ) ઘણાં મહાશય તો સમારંભમાં મોટા ઉપાડે દાન આફવાની જાહેરાત કરે છે. પછી તેમની પાસે પૈસા કઢાવતાં નવનેજા પાણી આવતા હોય છે. લાડ-કોડથી મા-બાપ દીકરીને ઉછેરીને મોટી કરે, અને લગ્ન કરાવતી સમયે જે કન્યાદાન કરે તે પણ મોટુ દાન છે. કન્યા વિદાય કરૂણતા ભર્યો હોય છે.આમ વિવિધ પ્રકારના દાનનો મહિમા સમજો. જયારે હાઈ-ફાઈ કોલેજ કે હાઈસ્કૂલ (નોન-ગ્રાન્ટેડ)માં પોતાના પુત્ર કે પુત્રીનું એડમીશન લેવા માટે જે મોટી રકમનું ડોનેશન આપવું પડતું હોય છે. જો કે પ્રથા પણ દુ:ષણ છે આથી દાન કરી પુણ્યશાળી બનો જયારે દુ:ષણોને દફનાવો…
તરસાડા  – પ્રવિણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top