World

ઈઝરાયેલનો હમાસ પર હુમલો યથાવત, 250 બંધકોને બચાવ્યાનો દાવો

નવી દિલ્હી: ઈઝરાયેલના હમાસ પર હુમલા (Israel-Hamas War) ચાલુ છે. ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલામાં હમાસની 3600 જગ્યાઓને નષ્ટ કરી હતી. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે હુમલામાં (Attack) અત્યાર સુધીમાં 60 આતંકવાદીઓ માર્યા (Death) ગયા છે. આ દરમિયાન ઈઝરાયેલી સેનાએ મોટો દાવો કર્યો છે કે તેણે હમાસના કબજામાંથી 250 બંધકોને છોડાવ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના આતંકવાદી સંગઠન હમાસના હુમલામાં ઈઝરાયેલની વાયુસેનાએ હમાસની 700 જગ્યાઓ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 1500થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. તે જ સમયે, હમાસના હુમલામાં 1300 ઇઝરાયેલના મોત થયા છે.

ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં બેરિકેડ ગોઠવી દીધા છે. આ દરમિયાન આતંકી સંગઠન હમાસે મોટો દાવો કર્યો છે. હમાસે કહ્યું કે ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 13 બંધકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ હમાસનું કહેવું છે કે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના ભારે બોમ્બમારામાં માર્યા ગયેલા 13 બંધકોમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. ઈઝરાયેલથી મોટી સંખ્યામાં ટેન્કરો અને ટ્રક ગાઝા પટ્ટી પર ગાઝા સરહદે પહોંચી રહ્યા છે. ઈઝરાયેલ પહેલા જ લોકોને ઉત્તરી ગાઝા છોડવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપી ચૂક્યું છે. ઇઝરાયેલના બોમ્બ ધડાકા પછી જમીન પરનો હુમલો મોટાપાયે વિનાશનું કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીના લોકોને ઉત્તર ગાઝાથી દક્ષિણ તરફ જવા માટે આપવામાં આવેલા અલ્ટીમેટમને કારણે હવે ઈઝરાયેલ ગાઝા પર જમીની હુમલા કરશે તેવી દહેશત હતી. આ વાત સાચી લાગે છે. કારણ કે ગાઝા બોર્ડર પર ઈઝરાયેલના હુમલાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ઇઝરાયલી દળો ગાઝા સરહદ પાર કરીને ગાઝા પટ્ટીમાં ગમે ત્યારે પ્રવેશી શકે છે.

મળતી માહિતી મુજબ ગાઝા પટ્ટીની સરહદ પર 3 લાખથી વધુ ઈઝરાયેલ સૈનિકો તૈનાત છે. આ યુદ્ધ 7 દિવસથી ચાલી રહ્યું છે. ઈઝરાયેલની સેનાએ ગાઝાને ઘેરી લીધું છે. ગાઝા બોર્ડર પર વધી રહેલી હિંસા વચ્ચે ઈઝરાયેલની સેના કોઈપણ સમયે ગાઝામાં ઘૂસી શકે છે. ગઈ કાલે ગુરુવારે ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસની 750 જગ્યાઓને નિશાન બનાવી હતી. હમાસ કમાન્ડોના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જે ટનલ બનાવવામાં આવી છે તેને પણ નિશાન બનાવવામાં આવી હતી. સરહદ નજીકના વિસ્તારોમાં ઈઝરાયેલની સેનાની ગતિવિધિ વધી ગઈ છે.

ઇઝરાયલની સેનાએ શુક્રવારે ગાઝા શહેરના હજારો રહેવાસીઓને તેમની સલામતી માટે ઉત્તર ગાઝા ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આના કારણે એવો ભય છે કે ઈઝરાયેલ પોતાની ટેન્ક વડે મોટા ગ્રાઉન્ડ એટેક કરી શકે છે. હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધના 7માં દિવસે ઈઝરાયેલની સેના તરફથી આ સંદેશ આવ્યો છે. ઈઝરાયેલે કહ્યું છે કે આતંકવાદીઓ શહેરની અંદર સુરંગોમાં છુપાયેલા હતા. આથી રહેવાસીઓને 24 કલાકની અંદર ઉત્તરી ગાઝા ખાલી કરીને દક્ષિણ ગાઝા તરફ જવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top