World

ઈઝરાયલ બાદ હવે અમેરિકાએ પણ હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલો કર્યો, ફાઈટર પ્લેન્સે કર્યો વિનાશ

નવી દિલ્હી: ઈઝરાયલ (Israel) બાદ હવે અમેરિકન (America) ફાઈટર પ્લેન્સે પણ હમાસ (Hamas) આતંકવાદીઓને (Terrorist) સમર્થન કરી રહેલા લેબનીઝ ઈસ્લામિક સંગઠન પર મોટો હવાઈ હુમલો કર્યો છે. અમેરિકાના ખતરનાક લડાકુ વિમાનોએ હિઝબુલ્લાહના બે મહત્વના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. આ પહેલા પણ હિઝબુલ્લાહ ઈઝરાયેલ-લેબનોન બોર્ડર પર ઈઝરાયેલ વિસ્તારમાં અનેક મોટા હુમલા કરી ચુક્યું છે. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહની ઘણી જગ્યાઓ પણ નષ્ટ કરી દીધી છે. પરંતુ આ વખતે ઈઝરાયેલના મિત્ર અમેરિકાએ પણ હિઝબુલ્લા પર હુમલો કર્યો છે. અમેરિકાનો સંદેશ સ્પષ્ટ છે કે આતંકવાદનું સમર્થન કરનારાઓને બક્ષવામાં આવશે નહીં.

ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહીના જવાબમાં અમેરિકી યુદ્ધ વિમાનોએ ઈરાકમાં બે હિઝબુલ્લાના લક્ષ્યાંકો પર હુમલો કર્યો છે, તેમજ અમેરિકી લક્ષ્યોને પણ નિશાન બનાવ્યા છે. આ પહેલા હિઝબુલ્લાએ પણ અમેરિકન સૈનિકો પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરીને તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. બે સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે મંગળવારે હિઝબુલ્લાહ તરફથી અમેરિકન સૈનિકો પર શોર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી.

અમેરિકી યુદ્ધ વિમાનોએ મંગળવારે બગદાદના દક્ષિણમાં અલ અનબર અને જુર્ફ અલ સકર નજીકના બે કતૈબ હિઝબુલ્લા ઓપરેશનલ કેન્દ્રો પર હુમલો કર્યો. જ્યારે હુમલા થયા ત્યારે કતૈબ હિઝબુલ્લાહના સૈનિકો બંને સ્થળોએ હાજર હતા, પરંતુ અધિકારીઓએ પુષ્ટિ કરી નથી કે હુમલામાં કોઈનું મોત થયું છે કે કેમ. 17 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઇરાક અને સીરિયામાં યુએસ બેઝ પર 66 વખત હુમલા કરવામાં આવ્યા છે. 17 ઓક્ટોબરે ગાઝાની એક હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. (એપી)

Most Popular

To Top