World

ઈરાનની એરસ્ટ્રાઈક: પાકિસ્તાને કહ્યું- આ કાર્યવાહીના પરિણામ ખરાબ થઈ શકે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં (Balochistan) ઈરાનના (Iran) હવાઈ હુમલામાં બે બાળકોના મોત (Death) થયા છે. આ હુમલા બાદ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન સરકારે (Government of Pakistan) ઈરાનને ચેતવણી આપી હતી કે અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે. આ ક્રિયાના પરિણામો પણ ખરાબ હોઈ શકે છે. હકીકતમાં ઈરાને મંગળવારે પાકિસ્તાનમાં ઘૂસીને બલૂચ આતંકવાદી (Terrorist) સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણઅવ્યુ કે ઈરાને અમારી એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. જેની અમે સખત નિંદા કરીએ છીએ. પાકિસ્તાનમાં થયેલા હુમલામાં બે નિર્દોષ લોકોના મોત થયા હતા. જ્યારે ત્રણ યુવતીઓને ઈજા થઈ હતી. પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે. ઈરાને જાણવું જોઈએ કે આના ગંભીર પરિણામો આવી શકે છે. પાકિસ્તાન હંમેશા કહે છે કે આતંકવાદ તમામ દેશો માટે સમાન ખતરો છે. જેના માટે સાથે મળીને કાર્યવાહી થઈ શકે છે. એકપક્ષીય કાર્યવાહી એ સારા પાડોશીની નિશાની નથી. આ કાર્યવાહી દ્વિપક્ષીય વિશ્વાસને ગંભીરપણે નબળી પાડે છે.

પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે ઈરાને આંતરરાષ્ટ્રીય સરહદની અંદર લગભગ 50 કિલોમીટર ઘૂસીને કાર્યવાહી કરી હતી. તેઓએ બલૂચિસ્તાનના પંજગુર જિલ્લામાં એક મસ્જિદ ઉપર પણ હુમલો કર્યો હતો.

જૈશ અલ-અદલની રચના 2012માં થઈ હતી
રિપોર્ટ અનુસાર જૈશ અલ-અદલ જેને ઈરાન આતંકવાદી સંગઠન માને છે. તેની રચના 2012માં થઈ હતી. તે ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનમાં સ્થિત એક સુન્ની આતંકવાદી જૂથ છે. જૈશ અલ-અદલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે. ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચીસ્તાનમાં પોલીસ ચોકી પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. જેમાં 11 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.

ગઇ કાલે ઈરાક-સીરિયાએ પણ હુમલો કર્યો હતો
ગઇ કાલે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ઉત્તરી ઈરાકી શહેર એર્બિલ નજીક ઈઝરાયેલની મોસાદ એજન્સી પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. ગાર્ડ્સે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી. ઈરાને આતંકવાદી જૂથ આઈએસની બેઠકોને નષ્ટ કરવા માટે બેલેસ્ટિક મિસાઈલનો પણ ઉપયોગ કર્યો હતો. હુમલાને કારણે ચાર લોકોના મોત થયા છે. તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Most Popular

To Top