Business

સુરતની ઉતરાયણ હવે રંગ બદલી રહી છે

હજુ થોડા સમય પહેલા જ ઉતરાયણ આવવાની હોય તો મહિના પહેલા જ તૈયારી શરૂ થઈ જતી હતી એક અનોખી તાલાવેલી તત્પરતા રાહ જોવાતી હતી. ઘરની મહિલાઓ એક અઠવાડિયા પહેલા જ તલચીકી તલના લાડુ મમરાના લાડુ સિંગદાણાની ચીકી ઘરમાં જ બનતા હતા.શેરડી બોરની બોલબાલા હતી. વહેલી સવારથી જ આખો પરિવાર મિત્રમંડળ સાથે ધાબા અગાશી પર ચડી જતો હતો .આખો દિવસ ધમાલ મસ્તી મજાક ટીખળ ચાલતી હતી.નિર્મળ આનંદ નેસર્ગીક મોજ મજા હતી સાંજ સુધી એક અલગ કુદરતી વાતાવરણ રહેતું હતું તે વખતે અસલ પતંગ રસિયાઓ કોટવિસ્તારમાં રહેતા હતા પતંગ ચગાવતા ક્યારેય સાંજ પડી જતી હતી ખબર પડતી નહોતી ખાવાપીવાનું ભાન પણ રહેતું નહોતું હવે આપણે સુરતીઓની કમનસીબે કોટ વિસ્તારમાં મૂળ સુરતીઓની વસ્તી ઘટી રહી છે.

ઉતરાયણના બે દિવસ પહેલા જ પતંગોની ખરીદી થઇ જતી હતી ઉતરાયણની આગલી આખી રાત પતંગના કન્ના બાંધવામાં પસાર થઇ જતી હતી ગુંદર ગુંદર પતિઓ હાથમા પહેરવાની પતિઓ ગોગલ્સ ટોપી બરાબર છે કે નહી તે ચેક કરી લેવાતું હતું મહિલાઓ પણ સવારથી જ ઢાભા પર અગાસી પર ચડી જતા હતા બપોરે જમવા નીચે આવતા હતા જમીને પાછા તરત જ ઉપર ચડી જતા હતા. પતંગ ચગાડવામાં એક જાતની ખેલદિલી ઉદારતા હતી પતંગ ચગાડવા કરતા પતંગ પકડવામા ડબલ મજા ડબલ રોમાંચ હતો ક્યાંય વેરઝેર મતભેદ નહોતા. આજે પતંગ દોરી હવા અગાસી બધું છે.પણ પતંગ ચગાડવાનારા અસલ પતંગ રસિયાઓ નથી.

પતંગો કરતા ડી.જે.ગોગલ્સ ટોપી કપડાં ફેશન પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે.ખાણીપીણી દારૂ ગજક પર વધુ ધ્યાન અપાય છે પતંગનો થપ્પો અગાસીના એક ખૂણે પડ્યો રહે છે. વળી પાછુ મગજ ખરાબ કરતું ભોપુનો કર્કશ અવાજ આપનો મૂડ આઉટ કરે છે.ડી.જે મા પણ પી લે પી લે મોરે જાની કે અભી જિંદા હું તો પી લે ને દો ને પતંગ સાથે કઈ લેવા દેવા ખરી? કોઈ મતલબ અર્થ ખરી? અગાસીઓ ભાડે અપાય છે પછી પતંગ સિવાયની બધી જ પ્રવુતિઓ સાંજ સુધી ચાલે છે કેમ કે ૬૦ ટકાને પતંગ ચગાડવા આવડતું જ નથી.

૮૦ ટકાને પતંગના કન્ના બાંધતા આવડતું જ નથી.પછી આકાશ ક્યાંથી રંગબેરંગી પતંગોથી ભરાય? કન્ડિલ પણ દેખાતી નથી લોકો આખો દિવસ ગીત સંગીત નાચગાન ખાણીપીણી દારૂ ગજક પર અપાય રહ્યું છે. આજે પહેલા જેવો ઉમઁગ ઉત્સાહ ઉલ્લાસ નિર્મળ આનંદ ક્યાં દેખાય છે ખરો?.એક બીજાના કપડાં ગોગલ્સ ટોપી પર ધ્યાન અપાઈ રહ્યું છે. પાછુ આખો દિવસ ઓછો પડ્યો હોય એમ રાતે દિવાળી જેમ ફટાકડાના ધૂમ ધમાકાની કઈ જરૂર ખરી?. લાગે છે કે મૂળ સુરતીઓની ઉતરાયણને કોઈની નજર લાગી ગઇ છે.
સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top