Business

ગિરિમથક સાપુતારાનાં અણમોલ ખજાના એવા ગિરીકન્દ્રાઓમાં ધબકતુ “અમૃત આયુર્વેદ ટ્રેડીશનલ હેલ્થકેર સેન્ટર”ની આયુર્વેદિક દવાઓ અને ઉપચારતમક પધ્ધતિઓ આરોગ્યની દ્રષ્ટિએ સંજીવની સમાન…..

આવો લાભ લઈએ ગિરિમથક સાપુતારાનાં પ્રાકૃતિક ખોળામાં આવેલ અમૃત આયુર્વેદિક ટ્રેડિશનલ સેન્ટરની..

દંડકારણ્ય વન ડાંગ એટલે રામાયણ કાળ સાથે જોડાયેલી “મા”શબરીની અને પ્રભુશ્રીરામનાં ચરણસ્પર્શથી પાવન બનેલી ભૂમિ.ડાંગ જિલ્લામાં ભરમાર વનસંપદાનાં પગલે છેવાડેનો આ વિસ્તાર અન્ય જિલ્લાઓ કરતા અનોખી વિશેષતાઓ ધરાવે છે
ગ જિલ્લાનાં જંગલો ઉપર જ્યાં પણ અમીદ્રષ્ટિ ફેલાવો ત્યાં ઠેરઠેર તમોને જાત જાતનાં વૃક્ષો, છોડ,વેલ સહિત ઉપયોગી વનસંપદાઓનો આયુર્વેદીક ખજાનો જ પ્રતીત થશે.જંગલોની દેણનાં પગલે આજેપણ ડાંગ જિલ્લાનાં લોકોમાં પ્રાચીન સમયની આયુર્વેદ પધ્ધતિઓ પ્રચલિત જોવા મળે છે.સામાન્યત ડાંગ જિલ્લાનાં આયુર્વેદ જાણકારો,ભગત ભૂવાઓ જંગલમાંથી ઝાડનાં પાંદડા,મૂળિયા,છાલ, બીજ,ફળમાંથી આયુર્વેદિક દેશી દવાઓ બનાવે છે.અને લોકોની અસાધ્ય બીમારીઓને દૂર કરે છે.માનો કે ન માનો ડાંગ જિલ્લાની આયુર્વેદિક દવાઓ અને ઉપચાર પ્રાચીન સમયની સંજીવની જડીબુટીની જેમ સર્વશ્રેષ્ઠ મનાય છે.

આયુર્વેદીક ઉપચાર એ સર્વ લોકોનાં જન હિતાય અને જન સુખાય માટે સાર્થક હોવાનાં પગલે ડાંગ જિલ્લામાં આયુર્વેદિક ફાર્મસી મંડળ કાર્યરત બની સૌ જનજીવનનાં સંજીવની માટે કટિબદ્ધ બન્યુ છે.ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળ દ્વારા આજેપણ અકસીર દવાઓનું ઉત્પાદન કરીને ભાવિ પેઢીને સ્વસ્થ રાખવા માટે પ્રયત્ન હાથ ધર્યા છે.હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ ડાંગ આયુર્વેદિક ફાર્મસી મંડળ આહવા દ્વારા સતત કાર્યરત રહી જિલ્લાનાં ગામડાઓમાં લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી અહમ ભૂમિકા અદા કરી હતી.

જેમાય ગિરિમથક સાપુતારાનાં નૈસર્ગીક અને અપ્રિતમ ખોળામાં આવેલ “અમૃત આયુર્વેદ”ટ્રેડિશનલ હેલ્થકેર સેન્ટર આજનાં અદ્યતન યુગમાં લાભ લેનારાઓ માટે આરોગ્યની દ્રષ્ટિએ સંજીવની સમાન અને યાદગાર સંભારણુ બની રહ્યુ છે.ગિરિમથક સાપુતારાનાં પ્રાકૃતિક ખોળામાં આવેલ અમૃત આયુર્વેદ ટ્રેડીશનલ સેન્ટરની ઉપચારાત્મક પધ્ધતિઓ આજેપણ પ્રાચીન સમયનાં વારસાની દેણને યાદ અપાવે છે.અહી સારવાર લેનારાઓને પ્રકૃતિ અદભૂત સંયોગની સાથે સન્મય પુરૂ પાડે છે.એટલે આવો તો એક વખત જરૂર પણે ગિરિમથક સાપુતારાનાં ખોળામાં ધબકતા “અમૃત આયુર્વેદ ટ્રેડિશનલ સેન્ટર”ની મુલાકાત લઈએ.

ડાંગ જિલ્લાની પ્રાચિનતમ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ “સર્વજન હિતાય, સર્વજન સુખાય”નાં આશય સાથે આવનારી પેઢીને પણ મળી રહે તે માટે જ્ઞાનનું આદાન પ્રદાન થવુ હાલમાં જરૂરી બની ગયુ છે.સાંપ્રત સમયમા વિશ્વ જ્યારે ભારતની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ તરફ આશાની નવી મીટ માંડી રહ્યું છે. ત્યારે ડાંગના વૈધરાજોએ પણ તેમના જ્ઞાનની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા વધે તેવા પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવી રાજ્યપાલશ્રીએ વૈદ્યકીય જ્ઞાનમા જેમની ભક્તિ રહેલી છે.તેવા ભગતજનોની સેવાભાવનાને ડાંગની મુલાકાત દરમ્યાન બિરદાવી હતી.

ડાંગ જિલ્લામાં જરૂરિયાતમંદોની સેવા કરતા વૈધરાજોને સમયાંતરે પરસ્પર તેમના જ્ઞાનનું આદાન પ્રદાન કરતા રહીને, ચિકિત્સા પદ્ધતિનુ આધારભૂત દસ્તાવેજીકરણ કરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો. “કોરોના”નાં કપરા કાળમાં ડાંગ જિલ્લાના ગામે ગામ ડાંગ જિલ્લા આયુર્વેદ ફાર્મસી મંડળ આહવા તથા વૈધરાજોનાં સહયોગથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરીને,ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવાના કારણે, ડાંગ જિલ્લામાં “કોરોના” ના સંક્રમણને મહદઅંશે રોકી શકાયું છે.ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળનાં આ પ્રયાસોની સરાહના કરતા રાજયપાલશ્રીએ ડાંગના સ્થાનિક ખેડૂતો માટે વન ઔષધિઓની ખેતી ફાયદાકારક બની શકે છે.અને વન ઔષધીયની જાળવણી કરવા માટે જણાવ્યુ હતુ.

દંડકારણ્યની પાવન ભૂમિ અને અંજનિપુત્ર હનુમાનજીના જન્મ સ્થળ એવા ડાંગ જિલ્લાનાં ભગતોને વારસામાં મળેલા પૂર્વજોના અમૂલ્ય જ્ઞાનનો ખજાનો વધુ લોકભોગ્ય બને તેવા પ્રયાસોની હિમાયત કરતા રાજ્યપાલશ્રીએ વિદ્યા વહેંચતા વધે છે તેમ જણાવી માનવજાતની ઉત્તમ સેવા કરવાની મળેલી સ્વર્ણિમ તકનો પ્રજાકલ્યાણના કાર્યમાં ઉપયોગ કરવાની પણ વૈધરાજોને અપીલ કરી હતી.ગિરિમથકની ગોદમાં આવેલા “આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર”ની મુલાકાત સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ ડાંગના વૈધરાજો સાથે સંવાદ સાધી,કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી ધન્યતા અનુભવી હતી.

ડાંગ જિલ્લાનાં વૈદ્ય જેઓ ભગતનાં નામથી ઓળખાય છે.તેઓ ડાંગની વનસ્પતિઓનો ઉપયોગ થકી બીમારી જેવા બાબતે લોકોની સેવા કરે છે.કોરોનાની મહામારી દરમિયાન ગામે ગામ આ દરેક વૈદ્ય દ્વારા ઉકાળો બનાવી તેનુ વિનામૂલ્યે વિતરણ કર્યું હતુ.આ ભગતો ડાંગનાં જંગલમાં મળતી વનસ્પતિઓમાંથી દવાઓ બનાવે છે.દરેક જાતની બીમારીઓની સારવાર આયુર્વેદિક ઉપચાર થકી કરે છે.કોરોના જેવી મહામારીને રોકવા માટે વનસ્પતિઓનાં મૂળિયા,છાલ અને પાંદડામાંથી ઉકાળા બનાવી ગામમાં વિતરણ કરાય છે.

વૈદ્ય એ.જી.પરમાર-આયુર્વેદિક ફાર્મસી મેનેજર આહવા-ડાંગ

આયુર્વેદિક ફાર્મસીનાં મેનેજર વૈદ્ય એ.જી.પરમારે જણાવ્યુ હતુ કે દરેક બીમારીને જડમૂળમાંથી મટાડવા આયુર્વેદ એ સર્વશ્રેષ્ઠ ઈલાજ છે.આપણુ સૌભાગ્ય છે કે ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા પણ આયુર્વેદનાં હિમાયતી છે.અને આયુર્વેદનાં પ્રચારક છે.ગુજરાતનાં અનેક સરકારી આયુર્વેદ હોસ્પિટલોમાં ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીમાંથી અસરકારક આયુર્વેદ ઔષધી ઓથી બનતી દવા પોહચાડવામાં આવે છે.અમારૂ ધ્યેય માત્ર ડાંગ અને ગુજરાત જ નહિ પણ દેશનાં ખુણે ખૂણે ઘર ઘર સુધી આયુર્વેદિક દવાઓ પોહચે તેવું છે.કોરોનાનાં કપરા સમયમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગ,પ્રાણાયમ,અને વૈધરાજો દ્વારા સૂચિત કરાયેલી આયુર્વેદિક ઔષધીઓ અને ઉકાળા ગુણકારી છે. સમગ્ર ગુજરાતમાં ડાંગ જિલ્લાનું જંગલ આયુર્વેદનો ખજાનો છે.

વનસ્પતિનાં ઉપયોગ થકી બીમારીઓની સારવાર..

ધવલીદોડ ગામનાં વૈદ્ય દલપત ભાઈ ઠાકરે જેમનાં પિતા જાનુભાઈ ઠાકરે જેઓ વૈદ્ય તરીકે ગુજરાતભરમાં પ્રખ્યાત હતા.જેનો વંશ દલપતભાઈ પોતાના ગામમાં જ કેંસર, દમ, ડાયાબિટીશ, કિડની,નિ:સંતાનપણું, બ્લડ પ્રશર, ટી.બી , લકવા,પથરી વગરે બીમારીઓની સારવાર તેઓ ડાંગનાં જંગલમાં મળતી વનૌષધિઓ થી કરે છે.

અમૃત આયુર્વેદ સાપુતારામાં નાડી પરીક્ષા સાથે મળે છે આટલી સારવાર

સાપુતારા આયુર્વેદિક ગાર્ડનની પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામે આવેલ અમૃત આયુર્વેદ હેલ્થકેર સેન્ટરમાં કેરાલા પંચકર્મનાં નિષ્ણાત ડોક્ટર અને થેરાપીસ્ટ દ્વારા સારવાર અપાય છે.સંધિવા,આમવાત,ગઠીયોવા,કમરનો દુઃખાવો, સાયટીકા,પેરાલી સીસ, ડાયાબિટીસ.માથાનો દુઃખાવો, ખરતા વાળ, અ નિંદ્રા,ચામડીનાં રોગો, શ્વાસ,કફ,જૂની શરદી,ઉધરસ,કબજિયાત, નપુંસકતા, વંધત્વ,હરસમસા, સ્વેતપ્રદર,મૂત્રાશય પથરીની ચિકિત્સા અને અન્ય રોગોની પણ અમૃત આયુર્વેદ ટ્રેડિશનલ હેલ્થકેરમાં સારવાર મળી રહેશે.

ગુજરાતમાં ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીની દવાઓ અહી મળે છે.

ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી દ્વારા ઉત્પાદિત થતી આયુર્વેદ દવાઓ આહવા સ્થિત તથા (1)હેમા આયુર્વેદિક સ્ટોર સ્ટેશન રોડ,બીલીમોરા. જી.નવસારી.(2)ભર્ગ આયુર્વેદિક એજન્સી, મણીયર ચેમ્બર્સ બસ સ્ટેશન પાસે ગોંડલ જી.રાજકોટ.(3)ખાદી ગ્રામ ઉધોગ કેન્દ્ર બારડોલી. જી.સુરત ખાતેથી પણ વેચાણ કરવામાં આવે છે. ઉપરાંત આ દવાઓ અનેક સરકારી આયુર્વેદિક દવાખાનાઓમાં ઉપલબ્ધ છે…

કેરલા આયુર્વેદિક પંચકર્મ પેકેજીસ

રિજયુવીનેશન પેકેજીસ:- આયુર્વેદનું રિજયુવીનેશન પેકેજીસ અનેક થેરાપીનું સંયોજન છે.માનસિક તણાવ,ચિંતા,અનિંદ્રા વગેરેમાંથી મુક્તિ મળે છે.અને નવી સ્ફૂર્તિનો અહેસાસ કરાવે છે.આનાથી શરીરમાં રક્ત સંચરણનો વધારો થવાથી માંસપેશીય તથા ઘૂંટણનાં કે દુઃખાવામાં લાભદાયી છે. અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.જેનાથી દરરોજની કાર્યગતિમાં વધારો થાય છે. આ પેકેજીસ દૈનિક,સાપ્તાહિક, અને માસિકના આધાર ઉપર ઉપલબ્ધ છે..

રિલેક્સસેશન પેકેજીસ:- આયુર્વેદનું રિલેક્સસેશન પેકેજીસ વર્તમાન સમયની જીવનશૈલીમાં તણાવ અને ચિંતામાંથી મુક્તિ આપીને માનસિક ઉર્જા પ્રદાન કરે છે.આ થેરાપી પંચકર્મનાં વિભિન્ન થેરાપીનું સંયોજન છે.જેનાથી અનિંદ્રા,ચિંતા, શિરદર્દ,ઉચ્ચરક્તચાપ જેવી સમસ્યામાં લાભદાયી બને છે.આ પેકેજીસ દૈનિક,સાપ્તાહિક અને માસિકનાં આધાર ઉપર ઉપલબ્ધ છે..

ડીટોકસીફિકેશન પેકેજીસ:- આયુર્વેદનું વિશેષ પંચકર્મ પેકેજ છે.જેનાથી શરીરમાં રહેલા વિષાતક તત્વોને દૂર કરે છે.જેના લીધે જીવનશૈલીમાં સુધારો,સ્વાસ્થમાં સુધારો,અને શરીરમાં રહેલા જુના રોગોમાં લાભદાયી થાય છે.અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.જેનાથી દરરોજ કાર્યગતિમાં વધારો થાય છે.આ પેકેજીસ દૈનિક,સાપ્તાહિક અને માસિક આધાર ઉપર ઉપલબ્ધ છે..

ફેસ તથા બોડીકેર પેકેજીસ:- કેરલા આયુર્વેદ હર્બલ ફેસ તથા બોડીકેર પેકેજીસ જેમાં હર્બલ ફેસપેક, ફેસમસાજ,બ્યુટીકેર વગેરે સામેલ છે.આયુર્વેદ વગેરે ઔષધી દ્વારા સુંદરતા નિખારવા માટે તથા ચામડીને ચમકદાર બનાવવા માટે વિવિધ ઔષધીઓ પેક દ્વારા ફેસ મસાજ,હેડ મસાજ કરવામાં આવશે.આ પેકેજ ડોક્ટરનાં સૂચન મુજબ આપવામાં આવશે..

વજન ઘટાડવાનાં પેકેજીસ:- આયુર્વેદ પંચકર્મ ચિકિત્સા દ્વારા વજન ઘટાડવુ પેકેજ ઉપલબ્ધ છે. જેના દ્વારા શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે.અને બેડોળ શરીરની જગ્યાએ એકદમ ફિટ અને સ્લીમ શરીર થાય છે.રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.જેનાથી દરરોજની કાર્યગતિમાં વધારો થાય છે.આ પેકેજમાં વિશેષ યોગ,હર્બલ જ્યુસ,ડાયટ ચાર્ટ આપવામાં આવે છે. આ પેકેજ ડોક્ટરનાં સુચનનાં આધારે અમૃત આયુર્વેદિક ટ્રેડિશનલ સેન્ટર સાપુતારા ખાતે આપવામાં આવે છે.

તુલસી,તજ, સુંઠ અને કાળા મરીનાં મિશ્રણથી બનેલો આયુષ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં અકસીર.

આયુષ કવાથમાં તુલસી ,તજ, કાળા મરી જેવા આરોગ્ય વર્ધક વનસ્પતિ દ્રવ્યોનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. કોરોનાની મહામારી વચ્ચે આયુષ કવાથ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.આ સાથે જ શરદી ખાંસી અને ગળામાં ખરાશથી પણ રાહત આપે છે. નાક,ગળા અને શ્વસનતંત્ર અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં આયુષ કવાથ ખુબજ ઉપયોગી નીવડે છે. કોરોનાની સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ કવાથનું સવાર સાંજ ત્રણ ત્રણ ચમચીથી સેવન કરવું હિતાવહ છે.આ સાથે જ ઉચિત માત્રા જાણવા માટે ગિરિમથક સાપુતારા ખાતે આવેલ અમૃત આયુર્વેદિક ટ્રેડીશનલ સેન્ટરનાં ચિકિત્સકની સલાહ લઈ શકો છો.

અભ્યંગ

આ થેરાપીમાં શરીરને ઔષધિય તેલ દ્વારા માલિશ કરવામાં આવે છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને શરીરમાં ભેગી થયેલ અશુદ્ધીઓ દૂર કરવા માટે આ થેરાપીની સલાહ આપવામાં આવે છે. આ થેરાપી શરીરમાં રહેલા સફેદ રક્તકણોને વધારે છે.અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે.આ થેરાપી સારી ઊંઘ,થાક દૂર કરવા અને શરીરને દીર્ઘાયુ જીવન આપે છે.અભ્યંગ થેરાપી શરીરને હળવુફૂલ કરી દે છે..

શિરોધારા

આ એક પ્રણાલી છે.જેના દ્વારા થાક અને માનસિક સમસ્યાઓનું નિવા રણ થાય છે.આ પ્રક્રિયાથી માણસને અદભુત માનસિક શાંતિ તથા તેજમાં વધારો થાય છે. જેનાથી માથામાં સંપૂર્ણ આરામ પ્રાપ્ત થાય છે.અને અનિંદ્રા,ચિંતા, માથામાં દુખાવો ઉચ્ચ રક્તચાપ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.આનાથી માથાનાં રકત સંચરણની પ્રક્રિયા સારી બને છે.માથાનાં વાળ તથા ત્વચાને મજબૂતી આપે છે. માથાનાં,ગળાનાં,આંખનાં, કાનનાં રોગોની સારવારમાં શીરધારા લાભદાયી છે..

ઉદ્ધાર્ધનામ

આ થેરાપી શરીરમાં વજન ઘટાડો કરે છે.શરીર તથા માથાની સમસ્યા તથા રક્તસંચાર માટે લાભદાયી, મધુપ્રમેહ ડાયાબિટીશ,ન્યુરોલોજીકલ રોગો, લકવો,વજન ઘટાડવા,સાયટીકા જેવા રોગોની સમસ્યામાં ઉદ્ઘાર્ધનામ થેરાપી ખુબજ લાભદાયી છે. અને ઉપરોક્ત દરેક રોગમાંથી કાયમી મુક્તિ અપાવનારી છે.

કીઝી

આ આયુર્વેદિકની એક વિશિષ્ટ થેરાપી છે.જેમાં વિશેષ પ્રક્રિયાથી શરીરમાંથી પરસેવો બહાર કાઢવામાં આવે છે.આ થેરાપીથી ઘૂંટણમાં દુઃખાવો, ગઠિયો,વા, કોલેસ્ટ્રોલની સમસ્યા, ચામડીનાં રોગોની સમસ્યા દૂર કરવામાં લાભદાયી છે..

પિચ્છલ

આ થેરાપી માનસિક તણાવ,ડિપ્રેશન,ઉચ્ચ રક્તચાપ જેવા પીડાદાયક રોગોમાં સહાયક થાય છે.આ પ્રક્રિયાથી ગઠિયો વા,ઘૂંટણમાં દુઃખાવો, લકવો તથા શરીર કમજોરી, ન્યુરોલોજીકલ રોગો,તથા વધતી જતી ઉંમરનાં પ્રભાવને ઓછુ કરવામાં આ થેરાપી લાભદાયી છે.પિચ્છીલ થેરાપી અનેક રોગો ભગાડવામાં કાર્યરત છે..

અમૂર્ત આયુર્વેદ ટ્રેડિશનલ સેન્ટર સાપુતારાની મુલાકાત લેતા ગુજરાત રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત..

આયુર્વેદ ઉપચાર અનેક રોગ જડમૂળથી મટાડે છે..

  • ભૃગરાજ તેલ:- ખરતા વાળ અટકાવે, માથામાં ઠંડક આપે.
  • ચ્યવનપ્રાસ:- જનરલ ટોનિક, રસાયણ.
  • વીજયસારચૂર્ણ:- ડાયાબિટીસ મટાડે છે.
  • શીલાજીત વટી:- શક્તિવર્ધક, ધાતુવર્ધક, રસાયણ અને વાજીકરણમાં ખુબજ ગુણકારી છે.
  • પંચગુણતેલ:- સંધિવા ગઠિયો વા મટાડે છે.
  • દશન સંસ્કારચૂર્ણ:- દાંતનાં રોગો પાયોરિયા મટાડે છે.
  • મહાસુદર્શન ધનવટી:- મેલેરિયા, તાવમાં લાભદાયક
  • હરડેચૂર્ણ ટેબ્લેટ:- કબજિયાત, ગેસ, અર્શ, મશા મટાડે છે.
  • કેશસુદ્ધિ ચૂર્ણ:- ખોડામાંથી મુક્તિ આપે છે.

Most Popular

To Top