Gujarat

ઈન્ડિયા સ્કીલ રિપોર્ટ-2022માં ગુજરાત ટોપ-5માં પણ નથી

અમદાવાદ : સમગ્ર દેશના યુવાનો – વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટિટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ, માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ થી 11 વિવિધ સેક્ટરના ઈન્ડિયા સ્કીલ (Skill India) રિપોર્ટ-2022માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-૧ની માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારના (BJP Government) દાવાના પરપોટા ફૂટી ગયા છે. રૂ. ૨ લાખ કરતાં વધુ પગાર (Sallary) આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા ટોપ-5 રાજ્યમાં ગુજરાતનો (Gujarat) સમાવેશ થતો નથી. રોજગાર ક્ષમતામાં ગુજરાત દેશના ટોપ-૫ રાજ્યમાં પણ યુવાનો માટે સમાવેશ થતો નથી.

  • સ્કીલ ડેવલપમેન્ટના મોટા મોટા દાવાનો રાજ્ય સરકારનો પરપોટો ફૂટી ગયો : કોંગ્રેસ
  • ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિના કારણે રાજ્યના ઓળખ સમા નાના ઉદ્યોગોને તાળા લાગી રહ્યાં છે – ડૉ. મનિષ દોશી

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સ્કીલ ઈન્ડિયા – 2022માં જાહેર કરાયેલા અહેવાલમાં યુવાનો માટે રોજગાર ક્ષમતામાં દેશના ટોપ-5 રાજ્યમાં પણ ગુજરાતનો સમાવેશ નથી. સ્કીલ રિપોર્ટ-2022માં વિદ્યાર્થીઓની રસરૂચી, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. રાજ્યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછુ મળી રહ્યું છે. રૂ. ૨ લાખ કરતાં વધુ પગાર આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા ટોપ-5 રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. રોજગાર ક્ષમતામાં ગુજરાત દેશના ટોપ-૫ રાજ્યમાં પણ યુવાનો માટે સમાવેશ થતો નથી. ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિના કારણે રાજ્યના ઓળખ સમા નાના ઉદ્યોગોને તાળા લાગી રહ્યાં છે. જી.આઈ.ડી.સી.માં ૫૦ ઉદ્યોગો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

ડૉ. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતું કે બેન્કિંગ, ફાઈનાન્સ, સર્વિસ, ઈન્સ્યોરન્સ, BOP, KPKPO બેન્કિંગ ફાઈનાન્સ સર્વિસ, ઈન્સ્યોરન્સ, BPO, KPKPO, ITES, ઓઈલ, ગેસ પાવર, સ્ટીલ, એન્જિનિયરિંગ, ઓટોમેટીવ, ઓટોમોબાઈલ, FMCG, હોસ્પિટાલીટી, ટુર્સ-ટ્રાવેલ્સ, સોફ્ટવેર, ટેલિકોમ સહિતના 11 થી વધુ સેક્ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ પાંચ રાજ્યોમાં સમાવેશ થયો નથી. ભાજપ શાસકોના છેલ્લા 27 વર્ષના દિશાવિહીન, સાતત્ય વિનાની નીતિ, શિક્ષણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગુણવત્તાનો અભાવના પરિણામે ગુજરાતના યુવાનો સામે મોટો પડકાર ઉભાં થયાં છે. ગુજરાતના યુવાનોને સારા રોજગાર માટે અન્ય રાજ્યમાં જવાની ફરજ પડી રહી છે.

વધુ રોજગાર ક્ષમતા ટોપ-5 રાજ્યો અને રોજગાર ક્ષમતા ધરાવતા ટોપ-5 શહેરોમાં મહારાષ્ટ્ર- પુણે, ઉત્તરપ્રદેશ- લખનૌ, કેરલ-ત્રીવેન્દ્રમ, પશ્ચિમ બંગાળ – કોલકત્તા, અને કર્ણાટક- બેંગલોરનો સમાવેશ થાય છે.

Most Popular

To Top