Sports

કોમનવેલ્થ ગેમ્સ બોક્સીંગમાં ભારતના છ મેડલ પાકા

બર્મિંઘમ: કોમનવેલ્થ ગેમ્સ( Commonwealth Games) બોક્સીંગ ઇવેન્ટમાં ભારતીય બોક્સરોએ (Indian Boxers) દેશ માટે છ મેડલ (Medal) પાકાં કરી દીધા છે. ગુરૂવારે (Thursday) ભારતના અમિત પંઘાલ, જાસ્મીન અને સાગર અહલાવતે પોતપોતાની કેટેગરીમાં જીત મેળવીને અંતિમ ચારમાં પોતાનું નામ લખાવી દઇને મેડલ પાકો કરી લીધો હતો. આ ત્રણ પહેલા બુધવારે નિખત ઝરીન, નીતૂ ગંઘાસ અને મહંમદ હસમુદ્દીન સેમીમાં એન્ટ્રી કરી ચૂક્યા હોવાથી બોક્સીંગમાં ભારતના ઓછામાં ઓછા છ મેડલ પાકા થઇ ગયા છે.

92 કિગ્રાની કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં સેશલ્સના કેડી ઇવાન્સ
હરિયાણાના 22 વર્ષના સાગરે પુરૂષોની સુપર હેવીવેટ +92 કિગ્રાની કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં સેશલ્સના કેડી ઇવાન્સ એગ્નેસ પર 5-0થી જીત મેળવી હતી. તેના પહેલા ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સના સિલ્વર મેડલિસ્ટ અમિત પંઘાલે ફ્લાઇવેટની ક્વાર્ટર ફાઇનલમાં સ્કોટલેન્ડના લેનોન મૂલીગન સામે સર્વસંમત નિર્ણયથી જીત મેળવી હતી. તે પછી જાસ્મીને મહિલાઓની લાઇટવેટ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટ્રાય ગાર્ટનને 4-1થી વિભાજીત નિર્ણયથી હરાવી હતી. ભારતની નિખત ઝરીન 50 કિગ્રા, નીતૂ ગંઘાસ 48 કિગ્રા અને મહંમદ હસમુદ્દીન 57 કિગ્રાની કેટેગરીની સેમીફાઇનલમાં પહોંચીને પહેલાથી જ પોતાનો મેડલ પાકો કરી ચૂક્યા છે.ભારત વતી અમિત પંઘાલ, જાસ્મીન અને સાગર અહલાવત પણ સેમી ફાઇનલમાં પહોંચ્યા.નિખત ઝરીન, નીતૂ ગંઘાસ અને મહંમદ હસમુદ્દીન પહેલાથી સેમીમાં એન્ટ્રી કરી ચૂક્યા છે.

કોમનવેલ્થ ગેમ્સ ક્રિકેટ : બાર્બાડોસને 100 રને હરાવી ભારતનો સેમીમાં પ્રવેશ
કોમનવેલ્થ ગેમ્સ મહિલા ટી-20 ક્રિકેટમાં ભારતીય ટીમે બુધવારે રાત્રે જેમિમા રોડ્રિગ્સની નોટઆઉટ અર્ધસદી અને ઝડપી બોલર રેણુકા સિંહ ઠાકુરની ચાર વિકેટની મદદથી બાર્બાડોસને 100 રનથી હરાવ્યું, હતું. આ મેચમાં જેમિમાની નોટઆઉટ અર્ધસદી ઉપરાંત શેફાલી વર્માએ 43 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ જીતની સાથે ભારતીય ટીમે સેમી ફાઇનલની ટિકીટ કપાવી હતી.

જવાબમાં બાર્બાડોસની ટીમ આઠ વિકેટે 62 રન જ બનાવી શકી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ચાર વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં બાર્બાડોસની ટીમ આઠ વિકેટે 62 રન જ બનાવી શકી હતી. બાર્બાડોસ તરફથી કિશોના નાઈટે સૌથી વધુ 16 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી રેણુકા સિંહ ઠાકુરે ચાર ઓવરમાં 10 રન આપીને ચાર વિકેટ લીધી હતી.પહેલા દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમે બીજી જ ઓવરમાં બોર્ડ પર માત્ર પાંચ રન હતા ત્યારે સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી જેમિમા અને શેફાલીએ બીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. શેફાલીએ આક્રમક ઇનિંગ રમી 26 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવીને રનઆઉટ થઈ હતી. હરમનપ્રીત કૌર શૂન્ય અને તાનિયા ભાટિયાછ રન બનાવીને આઉટ થઇ હતી. તે પછી જેમિમા અને દીપ્તિ શર્માએ ઇનિંગ સંભાળી હતી. દીપ્તિ 28 બોલમાં 34 રન બનાવીને અને જેમિમા 46 બોલમાં 56 રન બનાવીને નોટઆઉટ રહી હતી.કોમનવેલ્થ ગેમ્સ ક્રિકેટ : બાર્બાડોસને 100 રને હરાવી ભારતનો સેમીમાં પ્રવેશ કર્યો હતો.

Most Popular

To Top