Business

શેરબજારમાં ગુડ ફ્રાઈડે: 1000 પોઈન્ટનો ઉછાળો થતાં ઈન્વેસ્ટર્સ ખૂબ કમાયા

નવી દિલ્હી: આ સપ્તાહનો શુક્રવાર ભારતીય શેર બજાર (Stock Market) માટે તેજી (Gain) લઈને આવ્યો હતો. મજબૂત ગ્લોબલ સંકેતોની વચ્ચે આજે ભારતીય બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સવારે બીએસઈ (BSE) અને નિફ્ટી (Nifty) ગ્રીન નિશાન પર જોવા મળી રહ્યા હતા. નિષ્ણાતોના મત મુજબ અમેરિકાના બજારમાં આવેલી તેજીની અસર ભારતીય બજાર પર પડી હતી. શુક્રવારના શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ (Sensex) 827.54 પોઈન્ટના ઉછાળા સાથે 61441,24 પોઈન્ટ પર ખુલ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 241.00 પોઈન્ટના ઉછાળા સાથે 18267 પોઈન્ટ પર ખુલ્યો હતો. લગભગ 1686 શેરોમાં તેજી આવી છે, 364 શેરો ડાઉન (Down) જોવા મળ્યા હતા અને આ સાથે જ 68 શેરોમાં કોઈપણ ફેરફાર નોંધાયો ન હતો.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ફુગાવા વચ્ચે પણ ભારતીય શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. 52 અઠવાડિયામાં નિફ્ટી ટોચ પર પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે સેન્સેક્સ 1,181 પોઈન્ટ વધ્યો હતો જ્યારે સેન્સસેક્સ હજી પણ તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી હજુ 404 પોઈન્ટ દૂર છે. જ્યારે રૂપિયો 100 પૈસા વધ્યો હતો. ભારતીય રૂપિયો ગુરુવારે 81.81 ના બંધ સામે 100 પૈસા વધીને 80.81 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

શેર માર્કેટના બંધ સમયે સેન્સેક્સ 1,181.34 પોઈન્ટ અથવા 1.95% વધીને 61,795.04 પર અને નિફ્ટી 321.50 પોઈન્ટ અથવા 1.78% વધીને 18,349.70 પર હતો. લગભગ 1769 શેર વધ્યા છે, 1591 શેર ઘટ્યા છે અને 131 શેર યથાવત છે. એચડીએફસી, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી અને ટેક મહિન્દ્રા ટોચના નિફ્ટી ગેનર્સમાં હતા, જ્યારે આઇશર મોટર્સ, હીરો મોટોકોર્પ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ અને એમએન્ડએમ નીચા હતા.

ગુરુવારે વૈશ્વિક સંકેતો વચ્ચે આજે શુક્રવારે ભારતીય શેર બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેના ઈન્ડેક્સ જોરદાર ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ્સ નબળો પડ્યો છે, તો નિફ્ટી 18050 પર આવી પહોંચ્યો હતો. પરંતુ આજે મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે સવારે BSE સેન્સેક્સ (BSE Sensex) અને (Nifty) બંને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 827.54 પોઈન્ટ અથવા 1.37 ટકા વધીને 61441.24 પર અને નિફ્ટી 241.00 પોઈન્ટ અથવા 1.34 વધીને 18269.20 પર પહોંચ્યો હતો.

છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં લગભગ 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 420 પોઈન્ટ ઘટીને 60,614 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 129 પોઈન્ટ ઘટીને 18,028 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજના કારોબારમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે. તે જ સમયે, વૈશ્વિક બજારમાં તેજીની અસર સ્થાનિક બજાર પર પણ દેખાઈ રહી છે. નિષ્ણાતોના મતે આજે UPL, HDFC, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક અને હિન્દુસ્તાન યુનિલિવરમાં હલચલ જોવા મળી શકે છે. રોકાણકારો તેમના સલાહકારોની મદદથી આ શેરોપર દાવ લગાવી શકે છે.

યુએસ અને યુરોપિયન બજારોમાં તેજી
યુ.એસ.માં ફુગાવો અને રોજગારીના આંકડા જોઈને રોકાણકારો ઉત્સાહિત જણાય છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન અમેરિકાના મુખ્ય બજારોમાં સમાવિષ્ટ NASDAQ પર 7.35 ટકાનો મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપિયન બજારોમાં પણ શેરબજારો લીલા નિશાન પર બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા સત્રમાં 3.51 ટકાના બમ્પર જમ્પ સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 1.86 ટકાનો ઉછાળો નોંધાયો હતો. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ પાછલા સત્રમાં 1.08 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી હતી
અમેરિકા અને યુરોપના બજારોમાં ઉછાળાની અસર એશિયન બજારો પર પણ જોવા મળી હતી અને એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે મોટા ઉછાળા સાથે ખુલ્યા હતા. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 1.69 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 3.12 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં 3.74 ટકાનો બમ્પર ઉછાળો છે, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી શેરબજારમાં 2.99 ટકાનો ઉછાળો આવ્યો છે.

Most Popular

To Top