Sports

IND-AUS પહેલી વન-ડે: ટીમ ઈન્ડિયા 12 વર્ષે વાનખેડે પર જીત્યું, ઓસ્ટ્રેલિયાને હરાવી ઈતિહાસ રચ્યો

મુંબઈ: ભારતીય ટીમ (Team India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની (ODI Series) પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટનશીપ સંભાળતા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાના બોલરે ભારે તરખાટ મચાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 188 રન પર ઓલઆઉટ થઈ હતી. જોકે, ઓસ્ટ્રેલિયન બોલરોએ વળતો પ્રહાર કરતા ભારતે પણ સસ્તામાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતમાં ભારતે 39 રનમાં જ 4 વિકેટ ગુમાવી દેતા 189નો ટાર્ગેટ પણ મુશ્કેલ દેખાવા લાગ્યો હતો. પણ કેએલ રાહુલના કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી.

  • ભારતે પ્રથમ વનડે 5 વિકેટે જીતી હતી
  • સ્કોર: ઓસ્ટ્રેલિયા – 188, ભારતીય ટીમ – 191/5
  • કેએલ રાહુલે કારકિર્દીની 13મી ફિફ્ટી બનાવી

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો 5 વિકેટે વિજય થયો હતો. મેચનો હીરો કેએલ રાહુલ રહ્યો હતો જેણે મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની કારકિર્દીની 13મી ફિફ્ટી બનાવી અને ટીમને જીત અપાવી હતી.

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે 12 વર્ષની રાહનો અંત કર્યો અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી. ભારતની જીતમાં કેએલ રાહુલે મહત્વની ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે છેલ્લાં 12 વર્ષથી ભારત વાનખેડે સ્ટેડિયમ પર મેચ જીતી રહ્યું ન હતું. છેલ્લી વખત જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા આ મેદાન પર ટકરાયા હતા ત્યારે ટીમ ઈન્ડિયા 10 વિકેટથી હારી ગઈ હતી. પરંતુ હવે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લઈ લીધો છે.

Most Popular

To Top