Charchapatra

વિશાળ ભારતમાં ચાર રાજધાની જરૂરી

કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી દાર્જીલિંગ સુધી વિસ્તરેલુ વિશાળ ભારત વિશ્વમાં મોટું લોકશાહી-ગણતંત્ર રાષ્ટ્ર છે અને એકસો ઓગણચાળીસ કરોડથી વધુ નાગરિકો ધરાવે છે, જેમાં ગરીબ અને મધ્યવર્ગના લોકોની જનસંખ્યા ભારે છે. રાજ્ય સરકારો પાસે મર્યાદિત સત્તા છે, સ્વાયત્તતા નથી.

કેન્દ્ર સરકાર મોટા ભાગની સત્તા ધરાવે છે અને કેન્દ્ર સરકારનું કેન્દ્ર સ્થાન દિલ્હી છે, સંસદ ભવન દિલ્હીમાં છે, જે હવે સંકડામણને કારણે વિસ્તરણ સાથે નવું બંધાઈ રહ્યું છે. લોકસભા અને રાજસભાની સંયુક્ત બેઠક યોજવામાં ભારે તકલીફ નડે છે. દૂર દૂરના નિવાસી ગરીબ-મધ્યમવર્ગના નાગરિકોએ સરકારી કામ માટે, ન્યાય માટે ઠેઠ દિલ્હી સુધી ઘસડાવું પડે છે.

બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આજ સંદર્ભમાં દેશમાં ચાર રોટેરીંગ રાજધાની રાખવાની માગ કરી છે, ઉત્તર ભારત, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં એક એક, એમ ચાર રાષ્ટ્રીય રાજધાનીનો ખ્યાલ તેમણે ધર્યો છે, અને પ્રશ્ન ઊઠાવ્યો છે કે શા માટે દરેક પ્રવૃત્તિ દિલ્હી કેન્દ્રિત જ હોય? દેશના ચાર અલગ અલગ શહેરોમાં સંસદ મળવી જોઈએ. તેજ રીતે કેન્દ્ર સરકાર આધારિત કામોની સરકારી કચેરીઓ પણ ચારે શહેરોમાં સ્થપાવી જોઈએ.

દક્ષિણ ભારતમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ કે બીજા કોઈ રાજ્યમાં, પૂર્વમાં બિહાર, ઓરિસ્સા, કે બંગાળમાં, ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં પણ એક રાજધાની મમતાજી ચાહી છે, અને સંસદનુ સત્ર દેશના તમામ હિસ્સાઓમાં યોજવાનો વિચાર તેમણે રજૂ કર્યો છે. ચાર રાજધાનીઓમાં છવાયેલી સંસદમાં જે તે રાજ્યના સાંસદો બિરાજી શકે અને દિલ્હીમાં સ્પીકર સાથે સૌનો સંપર્ક રહે, ચર્ચા થાય તે માટે વચ્યુર્અલ સિસ્ટમ જેની કોઈ વ્યવસ્થા શોધી શકાય તો લોકસભા અને રાજસભાની સંયુક્ત બેઠક પણ થઈ શકે.

જે તે રાજ્યના રાજસભામાં ચૂંટાયેલા સભ્યો પણ રાજ્ય એકમની સંસદમાં જ બિરાજવા અલગ વ્યવસ્થા હેઠળ ભાગ લઈ શકે તો લોકશાહીનો સરળ, વ્યવહારુ અભિગમ સાકાર થઈ શકે. સર્વોચ્ચ અદાલત વિશે પણ આવી જ ન્યાયી વ્યવસ્થા શક્ય બની શકે. કેન્દ્રીય પ્રધાનમંડળના મંત્રીઓ ચારે રાજધાનીના સતત સંપર્કમાં રહે તે પણ જરૂરી કહેવાય.

સુરત     – યુસુફ એમ. ગુજરાતી       -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top