Gujarat

વડોદરામાં પ્રેમી છીનવાઈ જવાના ડરે માતાએ 13 વર્ષની દીકરી પર ઉશકેરાઈને ચપ્પુના 20 ઘા ઝીંકી દીધા

વડોદરા: વડોદરામાં (Vadodara) એક એવી ઘટના બની છે જેણે માતા-દીકરીના સંબંધોનું મુલ્ય ઘટાવી દીધું છે. વડોદરામાં છૂટાછેડા લીધેલી માતા (Mother) એક પુરુષ મિત્ર સાથે પ્રેમ (Love) સંબંધમાં હતી. જેમાં પ્રેમીએ પુત્રી (Daughter) પર દાનત બગાડી હોવાની શંકામાં માતા-પુત્રી વચ્ચે ઘણા સમયથી ઝઘડા (Fights) ચાલી રહ્યા હતા. ત્યારે મંગળવારે બપોરે માતા અને પુત્રીનો ઝઘડો થતાં માતાએ ઉશકેરાઈને પુત્રી પર ચપ્પુના 20 જેટલાં ઘા ઝીંક્યા દીધા હતા. જેમાં ગંભીર રીતે ઈજા પામેલી પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

માહિતી પ્રમાણે વડોદરામાં આજવા રોડ પર માતા દ્વારા પુત્રી પર હિચકારા હુમલાની ઘટનાની સામે આવી છે. પોલીસ પાસે મળતી માહિતી પ્રમાણે 2013માં માતાએ છૂટાછેડા લીધા બાદ માતા-પુત્રી આજવા રોડ પર રહેવા આવ્યાં હતાં અને ઓનલાઇન વ્યવસાય દ્વારા જીવન ચલાવતાં હતાં. આ દરમિયાન બે વર્ષ અગાઉ 39 વર્ષિય માતાને એક યુવક સાથે ઓનલાઇન પરિચય થતાં મૈત્રી સંબંધ કેળવાયો હતો જે આગળ જતા પ્રેમમાં પરિવર્તીત થયો હતો. જે અંગે 13 વર્ષિય પુત્રીને જાણ થતાં ઘરમાં ઝઘડા થતા હતા. ત્યાર બાદ માતાને એવી આશંકા હતી કે પ્રેમી અને પુત્રી નજીક આવી રહ્યા છે તેથી માતા અને પુત્રી વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. જે બાદ મંગળવારે શાક સમારતા માતા પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં આવી માતાએ પુત્રીને ઉપરાચાપરી 20 જેટલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.

માતાએ ઉશકેરાઈને પુત્રીને ચપ્પુ માર્યું હોવાનું ભાન થતાં તેણે બે વાર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી, કે મેં મારી પુત્રીને ચપ્પુ મારીને મારી નાખી છે. ઘટનાની જાણ થતા બોપાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય હતી.

આ ઘટના પોલીસને કોઈ ફરીયાદી મળ્યું ન હતું. તેથી પોલીસે મહિલાના પરીજનોને બોલાવી ફરીયાદી બનાવ અંગે જણાવ્યું હતું પરંતુ તેના પરીજનો આ ઘટનાથી દૂર રહેવા માંગે છે તેમ જણાવ્યું હતું. પોલીસ પાસે મળતી માહિતી મુજબ મહિલાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા. તેના બે વખત છૂટાછેડા થયા છે. જ્યારે ઘરેલુ ઝઘડાના કારણે બે વખત પોલીસ ફરિયાદ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. માતાનો હાલ જે બોયફ્રેન્ડ છે તે વિદેશ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top