National

જી-20માં વડાપ્રધાન મોદીએ કહ્યું, ગ્લોબલ વોર્મિંગ માટે ધનિક દેશો જવાબદાર

નવી દિલ્હી: જી-20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ સહિત વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. મીટિંગના ઉદઘાટન સત્રમાં પીએમ મોદીએ કહ્યું, ઘણા વર્ષોની પ્રગતિ બાદ આજે વિશ્વ સામે વિકાસની ગતિમાં બ્રેક લાગે અને ફરી પાછળની તરફ જવાનો ભય ઉભો થયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું ઘણા વિકાસશીલ દેશો હાલમાં ખાદ્ય અને ઉર્જા સુરક્ષા માટે દેવા હેઠળ દબાયેલા છે, જેનું સંતુલન જાળવવામાં તે દેશો અસમર્થ છે. અમીર દેશો દ્વારા થતા ગ્લોબલ વોર્મિંગથી ગરીબ દેશો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યાં છે. આ કારણે ભારતે G20 પ્રેસિડન્સી હેઠળ ગ્લોબલ સાઉથનો અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે.

મોદીએ કહ્યું- ગ્લોબલ ગવર્નન્સ નિષ્ફળ ગયું છે
અમે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે દુનિયામાં ભાગલા પડી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે આર્થિક કટોકટી, જળવાયુ પરિવર્તન, રોગચાળો, આતંકવાદ અને યુદ્ધ જોયા છે. આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે વૈશ્વિક શાસન નિષ્ફળ ગયું છે. વિશ્વના સૌથી વધુ દબાવતા મુદ્દાઓને હેન્ડલ કરવા માટે રચાયેલ સંસ્થાઓ સૌથી મોટા પડકારોને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે.

જયશંકરે કહ્યું- જો સહમતિ ન હોય તો પણ સાથે મળીને કામ કરો
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું- G20 દેશોની અસાધારણ જવાબદારી છે. વૈશ્વિક કટોકટી વચ્ચે અમે પહેલીવાર સાથે આવ્યા હતા અને આજે ફરી એકવાર આપણે કોરોના રોગચાળો, રશિયા-યુક્રેન યુદ્ધ, જળવાયુ પરિવર્તન જેવા અનેક સંકટનો સામનો કરી રહ્યા છીએ. જરૂરી નથી કે આપણે આ મુદ્દાઓ પર સહમત થઈએ, પરંતુ આપણે સાથે મળીને ઉકેલ શોધવાનો છે.

રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિ આજથી શરૂ થશે
રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિ આજથી દિલ્હીમાં શરૂ થશે. તેના મુખ્ય અતિથિ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દિલ્હી પહોંચી ગયા છે. મેલોની ઈટાલીની પ્રથમ મહિલા વડાપ્રધાન છે. ઓક્ટોબર 2022માં વડાપ્રધાન બન્યા બાદ તે પ્રથમ વખત ભારત આવી છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે રાજકીય, વેપાર, આર્થિક, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉર્જા, સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જ્યારે, રાયસીના ડાયલોગ 3 દિવસ (2-4 માર્ચ) સુધી ચાલશે. આ કોન્ફરન્સમાં 100 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. જેનું ઉદ્ઘાટન આજે સાંજે 6:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ સંદર્ભમાં તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top