Vadodara

ખોળિયારનગર તળાવમાં માછલીઓના મોત થતા રોષ

 વડોદરા : વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલા તળાવોની શોભા તો વધારવામાં આવી પરંતુ તેમાં રહેતા જીવો પ્રત્યે કોઈ તસ્દી નહીં લેવાતા અગાઉ સુરસાગર,સરસિયા,વારસિયા બાદ હવે ખોડિયાર નગર તળાવમાં પણ માછલીઓના મોત થતા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકોમાં રોષ ફેલાયો હતો.જ્યારે બીજી તરફ જળચર જીવોના મોતથી જીવદયા પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી છે.

વડોદરા શહેરના ખોડિયાર નગર તળાવમાં માછલીઓ ના મોત થી અતિશય દુર્ગંધ ફેલાઈ છે. માથું ફાટી જાય તેવી દુર્ગંધથી આસપાસના રહીશો પરેશાન થઈ ગયા છે.મોટી સંખ્યામાં માછલીઓ ના મોત થતા પાણીની સપાટી પર મૃત માછલીઓ તરી આવી છે.જ્યારે બ્યુટીફીકેશન ના નામે કરોડોના ખર્ચ બાદ તળાવની જાળવણી નહીં થતી હોવાના આક્ષેપ શિવસેનાના શહેર ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે કર્યા હતા.તેઓએ જણાવ્યું હતું કે શહેરના પૂર્વ વિસ્તાર ખોડીયાર નગર મંદિર પાસેના બગીચા અને તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થઈ રહ્યા છે.

એક તરફ ભૂતકાળમાં સરસિયા તળાવ હોય, કમલાનગર તળાવ હોય કે પછી સુરસાગર તળાવ હોય, ત્યાં પણ આ પ્રકારે માછલીઓના મોત થયા છે.તેમ છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા કોર્પોરેશનના અધિકારીઓ અને બેલગામ બનેલા અધિકારીઓના પાપે આજે વધુ એક વખત આ તળાવમાં નિર્દોષ માછલીઓના મોત થયા છે.પરંતુ વારંવારની ફરિયાદો છે.તેમ છતાં વડોદરાના તળાવોની બ્યુટીફીકેશન ની વાતો કરતા અધિકારીઓ અને કોર્પોરેશન તળાવોના બ્યુટીફીકેશન કરતા હોય તો આ જે પ્રકારે ગંદકી થઇ રહી છે.

એક તરફ આટલા મોટા પ્રમાણમાં માછલીઓ મળતી હોય છતાં પણ અધિકારીઓ પોતાની એસી કેબિનમાંથી બહાર નથી નીકળી રહ્યા.તે ખૂબ જ દુઃખદ બાબત છે.આવા અધિકારીઓ જે માછલી ના મોતના જવાબદાર છે તેવા અધિકારીઓ ઉપર કોર્પોરેશનના મેયર, હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય તેમને હજી પણ આ લોકોની ઉપર લગામ લગાવવાની જરૂર છે અને કાયદેસરના પગલા ભરવાની જરૂર છે કેમ કે ભૂતકાળના જે થયેલા બનાવો ઉપરથી પણ આ અધિકારીઓ બોધપાઠ ના લેતા હોય અને આવી રીતે જ નિર્દોષ માછલીઓના મોત ચાલુ રહેતા હોય તો વડોદરા માટે ખૂબ જ દુઃખદ બાબત છે અને આવી રીતે થતા માછલીઓના મોત ના કારણે લાગી રહ્યું છે કે અધિકારીઓ ઉપર કોઈપણ પ્રકારનો અંકુશ સત્તાધીશોનો નથી.

Most Popular

To Top