Vadodara

શહેરીજનોને બચતના પાઠ ભણાવતા કોર્પોરેશનના તંત્રમાં જ દિવા તળે અંધારું

વડોદરા : સંસ્કારી નગરીના નગરજનોને વીજ લાઈટ,પાણી,પર્યાવરણ બચાવોની શીખ આપતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધ્ધિશો જ્યાં બેસે છે તે જ વડી કચેરીમાં આવેલ વિજીલન્સ શાખામાં એનર્જીનો વ્યય થવા પામ્યો છે.સોમવારે 4 વાગીને 50 મિનિટના સુમારે વિજીલન્સ શાખાનો દરવાજો બહારથી બંધ હાલતમાં જ્યારે અંદર લાઈટો અને પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા.જેને લઈ તંત્રના વિવિધ  અભિયાનના લીરેલીરા ઉડયા હોવાના આક્ષેપ આરટીઆઈ એક્ટિવિસ્ટે કર્યા હતા. બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી વિજિલન્સ શાખામાં વીજળીનો વ્યય થતો જોવા મળ્યો હતો.એક તરફ નાગરિકો મોંઘવારીના મારના ખપ્પરમાં હોમાવા પામ્યા છે.બીજી તરફ કમરતોડ વેરો,ગેસબીલ અને લાઈટ બિલોના મારથી આમ આદમીની હાલત કફોડી બની છે.

તેવામાં ભણેલા ગણેલા અધિકારીઓ જ આ પ્રકારે વીજળીનો વ્યય થતો અટકાવવાને બદલે વેડફાટ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.શહેરના ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનમાં આવેલ વિજીલન્સ શાખાના વડા ભુપેન્દ્ર શેઠને મળવા માટે સોમવારે આરટીઆઈ એક્ટિવિસ્ટ ઈન્દ્રવદન રાઠોડ ગયા હતા.પરંતુ અધિકારી ભુપેન્દ્ર શેઠની ઓફિસનો દરવાજો બહારથી સ્ટોપર મારેલ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. બીજી તરફ તેમની ઓફિસની અંદર લાઈટ અને પંખા ચાલુ હાલતમાં નજરે પડતા ઈન્દ્રવદન રાઠોડે આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા.તેમજ મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને પણ આ બાબતે ધ્યાન દોરવા જણાવાયું હતું.

એનર્જીનો વેડફાટ કરી રહ્યા છે
વિજિલન્સ વડા ભુપેન્દ્ર શેઠની મુલાકાતે ગયો હતો.પરંતુ વિજિલન્સ શાખાનો દરવાજો બંધ હાલતમાં નજરે પડ્યો હતો.જ્યારે વિજીલન્સ શાખા ની અંદર પંખા અને લાઈટો ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા.ત્યારે સરકારી તંત્ર જ આ પ્રમાણે એનર્જીનો વેડફાટ કરી રહ્યા છે. વડોદરાના મેયર અને મ્યુ.કમિ.જ્યારે આપ શહેરની જનતા ની મુલાકાતે જાવ છો.ત્યારે આપની જ વડી કચેરીએ આ પ્રમાણેની જે લાપરવાહી થઈ રહી છે.તેના તરફ પણ પૂરતું ધ્યાન આપો અને આ પ્રમાણે બિનજરૂરી એનર્જીનો જે વેડફાટ થઈ રહ્યો છે એના પર પૂરતું ધ્યાન આપે : ઈન્દ્રવદન રાઠોડ,આરટીઆઈ એક્ટિવિસ્ટ

Most Popular

To Top