Sports

ભારતીય ક્રિકેટમાં સિલેક્શન નહીં રિજેક્શન થાય છે, આ ખેલાડીને પ્લેઈંગ 11માં સ્થાન ન મળતા જાડેજા ભડક્યો

નવી દિલ્હી: ભારતની (India) યુવા ટીમે તાજેતરમાં જ પાંચ મેચની T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને (Australia) 4-1થી હરાવ્યું હતું. આ જીતથી ચાહકો ખૂબ જ ખુશ છે ત્યારે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ (AjayJadeja) ભારતીય ક્રિકેટમાં (IndianCricket) ટીમમાંથી ખેલાડીઓની (Players) પસંદગી (Selection) અને બાકાત રાખવાની નીતિઓની આકરી ટીકા કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં (Series) ત્રણ ટી-20 મેચ બાદ પ્લેઇંગ-11માંથી ઇશાન કિશનનું (IshanKishan) નામ ગાયબ હોવાથી જાડેજાને આશ્ચર્ય થયું હતું. 

ઈશાને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝમાં ત્રણ મેચમાં 36.67ની એવરેજ અને 144.74ની સ્ટ્રાઈક રેટથી 110 રન બનાવ્યા હતા. જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. ઈશાને પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારી હતી. જોકે, ત્રીજી મેચમાં ખરાબ બેટિંગ અને ખરાબ વિકેટકીપિંગ બાદ ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઈંગ-11માંથી બહાર કરી દીધો હતો.

છેલ્લી બે મેચમાં તેના સ્થાને જીતેશ શર્માને (JiteshSharma) રમાડ્યો હતો. નેશનલ ક્રિકેટ એકેડમીના (NCA) ડાયરેક્ટર VVS લક્ષ્મણને ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ માટે કોચની ભૂમિકા સોંપવામાં આવી હતી.

અજય જાડેજાએ શું કહ્યું?
અજય જાડેજા ઈશાનને બેન્ચ પર બેસાડવામાં આવતા અને છેલ્લી બે મેચો માટે તેના નામ પર વિચારણા કરવામાં ન આવતા તે અત્યંત ગુસ્સામાં જોવા મળ્યો હતો. ઈશાનને પણ આઈસીસી વર્લ્ડ કપમાં (ICCWorldCup) માત્ર બે મેચ રમવાની તક મળી હતી. જાડેજાએ કહ્યું, ‘ભારતીય ક્રિકેટમાં પસંદગી નહીં રિજેક્શન થાય છે. આવું દાયકાઓથી થતું આવ્યું છે. અમે તાજેતરમાં જ પાંચ મેચની ટી20 શ્રેણી રમી છે. ઈશાન કિશનને તેમાં માત્ર ત્રણ જ મેચ રમવા મળી હતી. મને તે ખેલાડી ગમે છે કારણ કે તે એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જેણે ભારત માટે વનડે મેચોમાં બેવડી સદી ફટકારી છે.

જાડેજાએ ટીમ મેનેજમેન્ટને પ્રશ્નો પૂછ્યા હતા
જાડેજાએ કહ્યું, શું તેને આરામ કરવા પરત મોકલવામાં આવ્યો હતો? શું તે ત્રણ મેચ રમ્યા બાદ ખરેખર કિશન એટલો થાકી ગયો હતો કે તેને આરામ આપવામાં આવ્યો હતો? ભારતીય ટીમ મેનેજમેન્ટ છેલ્લાં બે વર્ષથી તેની માત્ર ટ્રાયલ જ લઈ રહ્યું છે. જો તમે તેની પરિક્ષા લેતા રહેશો તો તે પોતાને ટીમનો ભાગ કેવી રીતે બનાવશે? ઈશાન છેલ્લા બે વર્ષમાં કેટલી મેચ રમ્યો છે? ટીમ ઈન્ડિયાની આ સમસ્યા આજની નથી, ઘણી જૂની છે. ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટ ખેલાડીઓને યોગ્ય રીતે પસંદ કરતા નથી પરંતુ તેમને ખૂબ જ સરળતાથી રિજેક્ટ કરી દે છે.

Most Popular

To Top