Gujarat Main

ગુજરાત સરકારનો નિર્ણય: હવે ધોરણ 1 અને 2નાં વિદ્યાર્થીઓને આ વિષય પણ ભણવો પડશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં શિક્ષણ મંત્રી જીતું વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. જે આગામી શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે. વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણી પરની ચર્ચા ચાલી રહી હતી. તે દરમ્યાન જાહેરાત કરવામાં આવી છે.

જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે હતા તે સમયે આની અમલવારી કરવા શિક્ષણ વિભાગને સૂચના આપી હતી. તો બીજી તરફ જીતુભાઈ વાઘાણી એ હીજાબ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હિજાબ ને લઈ કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા સુચન આપ્યા છે. તે મુજબ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હોવાની કબૂલાત શિક્ષણ મંત્રી એ કરી છે.

ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાનો સમાવશે
શ્રીમદ ભાગવત ગીતા સારને ગુજરાતની શાળાઓમાં ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે. ગુજરાત સરકારે ગુરુવારે જાહેર કરેલી નવી શિક્ષણ નીતિમાં આની જાહેરાત કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ હેઠળ હવે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધીના બાળકોને ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો શીખવવામાં આવશે. સાથે જ ગૃહમાં શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, ભગવત ગીતાના સિદ્ધાંતો માટેની તૈયારીઓ નવી શિક્ષણ પોલિસીમાં કરવામાં આવી છે. ભગવત ગીતાનો પરિચય હવે નવા અભ્યાસ ક્રમમાં દાખલ કરવામાં આવશે. ભગવત ગીતાના અલગ અલગ ભાગ ભણાવવામાં આવશે. ભગવત ગીતાના શ્લોકો, વકતૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા યોજવામાં આવશે. પ્રથમ તબક્કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય થાય એ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે. જેની માહિતી આ મુજબ છે

  • શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે .
  • પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ -6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે
  • શ્રીમદ્ ભગવદ્ ગીતાના પઠન – પાઠનનો પ્રાર્થના કાર્યક્રમમાં સમાવેશ કરવવામાં આવશે.
  • શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન , શ્લોકપૂર્તિ, વક્તૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.
  • ધોરણ 6 થી 8 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન – પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.
  • ધોરણ 9 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન – પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.
  • ધોરણ 6 થી 12 માટેનું સદર સાહિત્ય / અધ્યયન સામગ્રી આપવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ દીકરીઓને ભણાવવાની ભીખ માંગી હતી : શિક્ષણ મંત્રી
શિક્ષણ મંત્રી જીતુ વઘાણી એ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો છે. પહેલા વિપક્ષે પણ કર્યું હશે. જેને તાયફા કહેવાતા હતા, તેમાં હવે વાલીઓ દીકરીને સ્કૂલે મોકલે છે. વોટબેંકની રાજનીતિ નથી. નરેન્દ્ર મોદીએ દીકરીઓને ભણાવવાની ભીખ પણ માંગી હતી. અહીંયા પણ હાથ ઊંચા કારાવીએ તો ખબર પડે કે કેટલા 8 ધોરણ સુધી ભણ્યા છે. શિક્ષકો, ઓરડાની ઘટની વિપક્ષે વાત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે 25 ટકા ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સભ્યો વારંવાર ભુપેન્દ્રસિંહને ટાર્ગેટ કરવા માંગે છે. પહેલાં જે કહ્યું હતું એ કરીએજ છીએ. ભુપેન્દ્રસિંહએ કહ્યું ત્યારે પરિસ્થિતિ અલગ હતી. ભણ્યા છીએ, સ્કૂલે ગયા છીએ, એમ કહી તેમણે 25 ટકા ફી માફીનો મુદ્દો ઉડાવી દીધો હતો.

ગુજરાત સરકારે દિલ્હીના આપ મોડેલને અનુસરવું જોઈએ : કોંગ્રેસ
વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું કે સરકારી શાળાઓના મામલે દિલ્હીના આપ મોડેલને ગુજરાત સરકારે અનુસરવું જોઈએ.ધારાસભ્યોના એક વર્ષના પગાર જમા લઈ લો પણ શાળાઓ અને શિક્ષણને સુધારો. શિક્ષકોને રાજકીય કાર્યક્રમોમાંથી મુક્તિ આપો, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં જણાવ્યું હતું કે, શિક્ષણના મામલે ભાજપ અને કોંગ્રેસ ભૂલીને ભવિષ્યની પેઢીની ચર્ચા કરવી જોઈએ, શિક્ષકોને બિન શૈક્ષણિક કામ આપવાનું બંધ કરો. શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડમાં પણ સરકારની વાહ વાહ કરનારને જ મળે છે.

ભૂતકાળમાં જેવી સ્થિતિ હશે તેવું તે સરકારે કર્યું હશે​​​​​​
ભૂતકાળમાં જેવી સ્થિતિ હશે તેવું તે સરકારે કર્યું હશે. શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એવી વાતો થઈ. 754 શાળા એક શિક્ષકની કેહવાઈ છે, આવી શાળાઓમાં નજીકની શાળામાંથી શિક્ષકની વ્યવસ્થા કરી છે. જે શાળા માં 7,9,15,18 વિદ્યાર્થીઓ હોય ત્યાં શિક્ષકો અપાય? 583 શાળામાં નજીકની શાળામાંથી શિક્ષક જાય છે. 171 પ્રાથમિક શાળામાં 20 થી પણ ઓછા વિદ્યાર્થીઓ છે. શિક્ષણ મંત્રીએ 1993-1994 ના શિક્ષકો,શાળાની ઘટના આંકડા રજૂ કર્યા હતા.

Most Popular

To Top