Gujarat

કોંગ્રેસની હાર બાદ શંકરસિંહનાં પ્રહાર: કહ્યું, ‘પ્રિયંકાને રાજકારણમાં લાવવાનો નિર્ણય ખોટો’

ગાંધીનગર: 5 રાજ્યોની ચુંટણીમાં હાર મેળવ્યા બાદ શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા (ShankarSinh vaghela)એ આજે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ તેમજ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં Bjp મજબૂત નથી. પરંતુ કોગ્રેસ નબળું છે એટલે લોકો દુઃખી છે. સાથે જ તેઓએ કોંગ્રેસની હાર મામલે કોગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ની રાજકારણમાં એન્ટ્રીને ખોટો નિર્ણય ગણાવ્યો હતો.

શંકરસિંહએ જણાવ્યું હતું કે, જનરેશન ગેપ થાય એ પ્રોબ્લેમ તો થવાનો જ છે. હું એહમદ પટેલના કામનો સાક્ષી છું. કોગ્રેસને આવરણ લઈને સારી રીતે સાંભળતા હતા. યૂપીમાં કોગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધીના હાથમાં કમાન આપીને ખોટો નિર્ણય લીધો હતો. પાર્ટીની હાઇ કમાન્ડ પાસેથી અપેક્ષાઓ છે. હાઇ કમાન્ડ એટલે સોનિયાજી અને રાહુલ ગાંધી. પ્રિયંકા માટે જે યોગ્ય સમયે થવું જોઇતું હતું. પ્રિયંકાને યુપીના મહામંત્રી બનાવીને રાજકારણમાં ઉતારવામાં આવ્યા હતા તે પોલિટિકલ મિસફાયર રહ્યું. દરેકની કારકિર્દી હોય છે અને કારકિર્દી બનાવવા માટે ગ્રૂમિંગ હોવું જોઇએ જેનો અભાવ રહ્યો. યુપીમાં પ્રિયંકા બધુ સંભાળતા હતા પરંતુ આ ચૂંટણીથી પ્રિયંકા પર પણ ધબ્બો લાગી ગયો. યોગ્ય સલાહકાર હોવા જોઇએ તે ન રહ્યાં. સમય સમય પર જોડવાનું કામ કરવું જોઇએ તેના બદલે તોડવાનું કામ કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસમાં સંવાદનો અભાવ એ અત્યારે સૌથી મોટી સમસ્યા છે. સોનિયા ગાંધી બધાની વાતો સાંભળીને નિર્ણય લેતા હતા. રાહુલ ગાંધી વ્યકિત ખરાબ નથી. પણ જનરેશન ગેપના કારણે પ્રશ્ન છે.

જૂનો દારૂ, જૂની દોસ્તી, જૂના નેતા અને જૂના ડોકટર સારા : બાપુ
શંકરસિંહએ કહ્યું હતું કે, ચાલુ રેસમાં ઘોડા ન બદલાય છતાં પંજાબની ચૂંટણીના મહિનાઓ આડે રાહુલે અમરિન્દરને બદલ્યા. જૂની નેતાગીરીના અભાવના કારણે જે આટલું સારું રાજ્ય હતું, છ મહિના માટે કોઇ જૂનિયર હોય તો તેને પણ ખબર પડે કે ચાલુ રેસમાં ઘોડા બદલાય નહીં. જૂનો દારૂ, જૂની દોસ્તી, જૂના નેતા અને જૂના ડોકટર સારા. ચાલુ રેસમાં અમરિંદરસિંહ કેપ્ટનને બદલી નાંખ્યા. પોતાની સરકાર ગુમાવી દીધી. હોમવર્ક અને સારા સલાહકારના અભાવથી થયું છે.

નરેશ પટેલ મામલે નિવેદન
શંકર સિંહ વાઘેલાએ કહ્યું કે, ઇન્દિરાજી એ પોતે ઘણા નેતાઓ ને જીતાડ્યા હતા. આવનાર દિવસોમાં ભાજપ વિરુદ્ધ કોગ્રેસ લડવા માટે જરૂરી છે. પાટીદાર નેતા નરેશ પટેલ ખોડલધામ સાથે સંકળાયેલા છે. એ તો એ જ જાણે કઈ પાર્ટી જોઈન કરશે. તેઓ કઇ પાર્ટીમાં સામેલ થશે તે વિશે હું કંઇ કહી શકૂં નહીં તે તેમનો નિર્ણય છે.

બાપુના ભાજપ પર પ્રહાર
બાપુએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આપ મને કહો કે ગુજરાતમાં કોઈ સરકાર છે? ગુજરાતમાં લોકો દુઃખી છે. Bjp મજબૂત નથી. પરંતુ કોગ્રેસ નબળું છે એટલે પ્રોબલ્મ છે. ગુજરાતમાંએડમિનિસ્ટ્રેશન નથી. ગુજરાતમાં ભાજપ હારી શકે છે અને માત્ર 2 મહિનામાં હારી શકે છે. પરંતુ કેવી રીતે 2 મહિનામાં હારે છે એ મહત્વનું છે.

Most Popular

To Top