Gujarat

પતિ-પત્ની બંને નોકરી કરતા હશે તેમના માટે સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારની જુદી જુદી કચેરીઓ બોર્ડ, કોર્પોરેશન, ગ્રાન્ડેટ સંસ્થાઓ તથા પંચાયતોમાં જો પતિ – પત્ની જુદા જુદા સ્થળે ફરજ (Job) બજાવતા હશે તો તેઓને એક જ સ્થળે સરકાર (Government) બદલી (Transfer) કરી આપશે, આ માટે સામાન્ય વહિવટી વિભાગ દ્વારા આજે કેટલાંક નિયમોમાં છૂટછાટ આપવા સાથે નવું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે.

કરાર આધારીત ભરતી હોય તો પણ તેવા કિસ્સામાં મહિલા કર્મચારીએ એક વર્ષ માટે ફરજ બજાવી હોય અને પુરૂષ કર્મચારીએ બે વર્ષ માટે ફરજ બજાવી હોય તે તેવા કિસ્સામાં બદલી કરી શકાશે. હવે તેમાં પણ છૂટછાટ આપીને પતિ – પત્ની એકજ સ્થળે ફરજ બજાવી શકે તે માટે જો પતિએ એકજ વર્ષ માટે પણ ફરજ બજાવી હોય તો તેવા કિસ્સામાં એક વર્ષ બાદ જિલ્લા ફેર બદલી કે બદલી કરી શકાશે તેમ જીએડીના ઉપ સચિવ સુશીલ વ્યાસે બહાર પાડેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.

સરકારી નોકરી મેળવવા સાબરમતીના તટે યુવાનોના ધામા

સરકારે PSI અને ASI ની અંદાજે 1400 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે. બીજી તરફ અન્ય ક્ષેત્રોમાં પણ મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરાવાની છે. એવામાં યુવાનો ભરતી કસોટીમાં સફળ થવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જુદા જુદા જિલ્લાઓથી પોલીસ વિભાગની ભરતીમાં સફળ થવા માટે યુવાનો ગાંધીનગરમાં આવી રહ્યા છે. પુરુષ અને મહિલા ઉમેદવાર માટે મહત્વપૂર્ણ એવી દોડ માટે ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. ભરતીમાં ભાગ લેવા માંગતા ઈચ્છુક ઉમેદવારો માટે હજુ પણ ફોર્મ ભરવાની તક ઉપલબ્ધ છે. જો કે યુવાનોમાં PSI અને ASI ની ભરતી પ્રક્રિયાના નિયમમાં પહેલીવાર કરાયેલા કેટલાક બદલાવને લઈને નારાજગી છે. જણાવી દઈએ કે સરકાર દ્વારા ટૂંક સમયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ઈન્ટેલીજન્સ ઓફિસર, લોકરક્ષક, મોટર ટ્રાન્સપોર્ટ, વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ના પદો પર અંદાજર 27,500 કરતા વધુ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

Most Popular

To Top