National

‘ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યુ જ નહોતુ તો સરકાર ઉજવણી શેની કરી રહી છે?’- સામના

નવી દિલ્હી (New Delhi): લદાખ બોર્ડર (Ladakh border) પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદનો હવે સમાધાન થઈ ગયું છે. ચીની સેનાએ પણ એલએસી (LAC) પરથી પીછેહઠ શરૂ કરી છે, જેની તસવીરો પણ બહાર આવી છે. પરંતુ આ મુદ્દે હજી પણ સરકારની ટીકા થઇ રહી છે, ખાસ કરીને વિપક્ષ હજી ચીન મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારની ભૂલો કાઢી રહ્યુ છે. શિવસેનાએ ગુરુવારે તેના મુખપત્ર સામના (samna) માં આ જ મુદ્દા પર એક લેખ લખ્યો હતો અને કેન્દ્ર સરકારને આડા હાથે લીધી હતી. સામનામાં લખ્યું છે કે, ‘જો આપણા વિસ્તારમાં કોઈ સૈન્યએ પ્રવેશ કર્યો ન હતો, તો તે કેવી રીતે પાછું ફરી રહ્યું છે?’.

શિવસેનાએ સામના દ્વારા કહ્યું છે કે, ‘ચીનની સેના જે ભારતની સીમમાં પ્રવેશી છે તે પાછી ફરી રહી છે અને આ ઘટનાની રાજકીય ઉજવણી શરૂ થઈ ગઈ છે. આખા વર્ષ દરમિયાન ચીની સેનાએ લગભગ 20 કિલોમીટર સુધી આપણી જમીનમાં ઘૂસણખોરી કરી હતી, તે ચીન સાથે અથડામણ દરમિયાન આપણા 20 સૈનિકો ગાલવાન ખીણમાં માર્યા ગયા હતા. સૈનિકોના બલિદાન પર, વિરોધીઓએ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને ઘેરી લીધા હતા. તે દરમિયાન, વડા પ્રધાન (prime minister Narendra Modi) સહિત ભાજપના ઘણા નેતાઓ અને મંત્રીઓ ઘણા મુદ્દાઓ પર બોલતા રહ્યા, પરંતુ જ્યારે તેમને ચીની ઘુસણખોરી વિશે પૂછવામાં આવે છે તો તેઓ છટકી જાય છે.’.

આગળસ કહેવામાં આવ્યુ છે કે ચાર દિવસ પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ( Rajnath Singh) સંસદમાં માહિતી આપી હતી કે ચીન સાથે સમજૂતી થઈ છે. વડા પ્રધાન મોદી બે મહિના પહેલા કહેતા હતા કે ચીને અમારી સરહદમાં ઘુસણખોરી કરી નથી, તે જ વડા પ્રધાન હવે એમ કહી રહ્યા છે કે ચીને અમારી જમીન પરથી કબજો છોડી દીધો છે. મતલબ કે ચીન દ્વારા આ ઘૂસણખોરી થઇ હતી અને વડા પ્રધાન ખોટું બોલી રહ્યા હતા. હવે આ બાબતે રાજકીય વિજયની ઉજવણીઓ શરૂ થઈ છે, પ્રચાર કરવામાં આવે છે અને આ માટે અભિયાન ચાલી રહ્યું છે.

કેન્દ્રને નિશાન બનાવતા સામનાએ લખ્યું હતું કે સવાલ ફક્ત એટલો જ છે કે ચીની સેના ( chine army– PLA) એક ઇંચ પણ આપણી સરહદમાં પ્રવેશ કર્યો નથી તો ચીની સૈન્યની પીછેહઠને લઇને આટલી ઉજવણી શા માટે? જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા આ મુદ્દે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને કાયર કહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે મોદી સરકારે ચીન સામે નમતું ઝોક્યુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top