Dakshin Gujarat

કામરેજ: પિયર જતી રહેલી પત્નીને નગ્ન વિડીયો મોકલવા દબાણ કરતાં પતિ વિરુદ્ધ પત્નીએ કર્યું આ કામ

કામરેજ: (kamrej) કામરેજના વેલંજા ગામની (Village) યુવતી પતિ અને સાસરિયાઓના ત્રાસથી (Harassment) પોતાના પિયર આવી ગઈ હતી. જો કે પતિ મોબાઈલમાં નગ્ન ફોટા અને વિડીયો બનાવીને મોકલવા માટે દબાણ કરીને હેરાન કરતો હોવાથી પરિણીતાએ સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

  • પિયર જતી રહેલી પત્નીને નગ્ન વિડીયો મોકલવા દબાણ કરતાં પતિ વિરુદ્ધ ફરિયાદ
  • વેલંજાની બે બહેનોએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં, મોટી બહેને આપઘાત કરી લીધો હતો
  • નાની બહેન પતિ તેમજ સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારાતાં બહેનના બે સંતાનોને લઈને પિયર આવી ગઈ હતી

કામરેજના વેલંજા ગામે મારૂતીધામ સોસાયટીમાં શેરી નંબર 2માં મકાન નંબર એ- 56માં રહેતા રમેશભાઈ મગનભાઈ કવાની પુત્રી કિરણના લગ્ન ગત તા.1-7-22ના રોજ અમરેલી જિલ્લાના ટીંબી ગામના મુળ વતની અને હાલ એ-301 વૃંદાવન બિલ્ડીંગ, બોરીવલી, મહારાષ્ટ્ર ખાતે રહેતા ભાવેશ દામજીભાઈ મકવાણાની સાથે ત્રીજીવારના લગ્ન થયા હતા. આ અગાઉ ભાવેશના લગ્ન કિરણની મોટી બહેન જીગ્ના સાથે થયા હતા. ગત તા.30-8-18ના રોજ જીગ્નાએ આપઘાત કરી લીધો હતો. લગ્ન બાદ કિરણ સાસરીમાં સાસુ લલીતાબેન, સસરા દામજીભાઈ જેસાભાઈ મકવાણા,જેઠ પરેશભાઈ, જેઠાણી નીતાબેન સાથે સયુંકત પરિવારમાં રહેતા હતા. લગ્નના છ માસ બાદ ભાવેશને પત્નિ સાથે શારીરિક સંબંધ બાબતે માથાકુટ થતી હતી. ભાવેશ નશો કરીને મોબાઈલમાં વીડીયો જોયા બાદ પત્નિને પણ તે રીતે શરીર સંબંધ બાંધવા માટે જણાવતો હતો.

સાસુ, સસરા તેમજ જેઠ, જેઠાણી પણ ઘરકામ બાબતે ઠપકો આપતા અને જણાવતા કે તારી બહેનની છોકરી અમે ચાર વર્ષ સાચવી છે. તારી બહેન તો મરી ગઈ પણ તેની છોકરી અમારા માથે નાંખી ગઈ, તેમ કહીને પરિણીતાની બહેન વિશે પણ અપશબ્દ બોલી હેરાન કરતા હોવાથી કંટાળીને પરિણીતાએ પણ આપઘાત કરવાની કૌશિશ કરી હતી. બાદમાં પરિણીતા વેલંજા ખાતે પિયરમાં બહેનના બે સંતાનોને લઈને રહેવા માટે આવી ગઈ હતી. બાદમાં પરિણીતાને પતિ ફોન કરીને નગ્ન ફોટા અને વિડીયો મોકલવા દબાણ કરતો હતો. જેથી પરિણીતાએ સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સામે ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top