Dakshin Gujarat

સાપુતારા ઘાટમાં લોખંડનાં પાઈપનો જથ્થો ભરેલી ટ્રક ઊંડી ખીણમાં ખાબકી

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) સાપુતારા ઘાટમાર્ગમાં લોખંડનાં પાઈપનો (Pipe) જથ્થો ભરેલી ટ્રક ઊંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકનો ખુરદો બોલી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તરફથી લોખંડનાં પાઇપનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાં નાસિક તરફ જઈ રહેલી ટ્રક ન. જી.જે.૩૧.ટી.૨૬૨૭ સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં ચઢતી વેળાએ અચાનક બ્રેક ડાઉન થઈ જતા આ ટ્રક રિવર્સમાં આવી જઈ સંરક્ષણ દિવાલ કુદીને ઉંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ડ્રાઈવર અને ક્લિનરને ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એસ સી ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ટ્રકનો ખુરદો બોલાઈ જતા જંગી નુકસાન નુકશાન થયુ હતુ.

આહવાનું પુરવઠા ગોડાઉન ખંડેર અને જોખમી બનતા મજૂરોનો જીવ જોખમમાં
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલા પુરવઠા ગોડાઉન ખંડેર-જોખમી હોવાથી બહુજન સમાજ પાર્ટીએ કલેક્ટરને રજૂઆત કરી હતી. ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલું પુરવઠા ગોડાઉન ખંડેર અને જોખમી હોવાથી ત્યાં કામ કરતા મજદૂરોનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહીના પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે બહુજન સમાજ પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આહવા ગાંધીબાગ પાસે આવેલું પુરવઠા ગોડાઉન આશરે ૬૦ થી ૬૫ વર્ષ જુનું છે. જે હાલમાં ખંડર હાલતમાં જોવા મળે છે.

૩૫ વર્ષ પહેલા આ ગોડાઉન સંપૂર્ણ સળગવાના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. ત્યારે આ મોતની ખાઈ સામાન ગોડાઉનમાં કામ કરતા મજૂરો અને ત્યાં આવતા અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. જો વહીવટી તંત્ર ગોડાઉનમાં સુધારો કરવા ઇચ્છતું નહીં હોય તો મજૂરો માટે વીમો ઉતરાવવમાં આવે અને મજૂરો માટે ભવિષ્યમાં કોઈ ઘટના બને તો એમના પરિવાર માટે પેન્શનની સુવિધા આપવામાં આવે તેવી માંગ સાથે બહુજન સમાજ પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top