Business

ભારતના સૌથી ધનાઢ્ય રાજયોની રેસમાં ગુજરાત ત્રીજા ક્રમાંકે

નવી દિલ્હી: હુરુન ઈન્ડિયા(IIFL Wealth Hurun India) દ્વારા બહાર પાડવામાં આવેલા રાજ્યવ્યાપી વિશ્લેષણ(Analysis) મુજબ, મહારાષ્ટ્ર(Maharashtra) અને રાજધાની દિલ્હી(Delhi Capital) બાદ ગુજરાતમાં(Gujarat) સૌથી વધુ 110 અતિ સમૃદ્ધ અને ધનાઢ્ય(Richest) લોકો રહે છે. સામૂહિક રીતે, ગુજરાતીઓ રૂ. 10,31,500 કરોડની સંપત્તિ(Wealth) ધરાવે છે. આ સંપત્તિમાંથી લગભગ 50 ટકા સંપત્તિ ધરાવનાર રાજ્યના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી(Gautam Adani) છે. જણાવી દઈએ કે તેઓ સૌથી વધુ સંપત્તિ ધરાવનાર(Richest) બીજા ભારતીય(Indian) પણ છે.

દેશના મોટાભાગના સુપર રિચ લોકો મહારાષ્ટ્રમાં રહે છે, ત્યારબાદ બીજા ક્રમાંકે દિલ્હી આવે છે. મહારાષ્ટ્રમાં 391 સુપર રિચ લોકો વસે છે. જ્યારે રાજધાની દિલ્હીમાં 199 સૌથી ધનાઢ્ય લોકો રહે છે જેમની નેટવર્થ 30 ઓગસ્ટ, 2023 સુધીમાં રૂ. 1000 કરોડથી વધુ નોંધાઈ છે. એકંદરે, દિલ્હીના સૌથી ધનિક વ્યક્તિ HCLના શિવ નાદર છે, જેમની સંપત્તિ 2,28,900 કરોડ રૂપિયા છે. રિપોર્ટ દર્શાવે છે કે દિલ્હીમાં મોટાભાગના સુપર રિચ લોકોએ ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ સેક્ટરમાંથી કમાણી કરી રહ્યા છે.

ત્રીજા ક્રમાંકે ગુજરાતમાં સૌથી વધુ 110 અતિ સમૃદ્ધ લોકોની સંખ્યા છે. સામૂહિક રીતે, તેઓ રૂ. 10,31,500 કરોડની સંપત્તિ ધરાવે છે. આ સંપત્તિમાંથી લગભગ 50 ટકા સંપત્તિ રાજ્યના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી પાસે છે. તમને જણાવી દઈએ કે તેઓ ભારતના બીજા ક્રમાંકના સૌથી અમીર વ્યક્તિ છે.

ગુજરાત પછી ચોથો નંબર કર્ણાટકનો છે. આ દક્ષિણના રાજ્યમાં 108 અતિ સમૃદ્ધ લોકો રહે છે, જેમની કુલ સંપત્તિ 6,91,200 રૂપિયા છે. અહીંના સૌથી ધનિક વ્યક્તિ આરએમઝેડ કોર્પોરેશનના અર્જુન મેંડા છે. આ યાદીમાં તેઓ હાલમાં જોડાયા છે, ત્યારબાદ ઝેરોધાના સીઈઓ નીતિન કામથનો નંબર આવે છે, અહેવાલ મુજબ તેમની સંપત્તિમાં એક વર્ષમાં 46 ટકાનો વધારો થયો છે. તેમના પછી ઈન્ફોસિસના સહ-સ્થાપક ‘ક્રિસ’ ગોપાલકૃષ્ણનનો નંબર આવે છે.

તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મળીને 105 સુપર રિચ લોકો છે જ્યારે તમિલનાડુમાં 103 સુપર રિચ છે. તમિલનાડુના સૌથી અમીર લોકો પાસે 4,53,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે એકમાત્ર રાજ્ય છે જ્યાં સૌથી ધનિક વ્યક્તિ એક મહિલા છે, જેમનું નામ રાધા વેમ્બુ છે. તેઓ ઝોહો કોર્પોરેશનના સહ-સ્થાપક છે. રાજ્યના બીજા સૌથી ધનિક વ્યક્તિ રાધા વેમ્બુના ભાઈ શ્રીધર વેમ્બુ છે, ત્યારબાદ સન ટીવીના કલાનિથિ મારનનો નંબર આવે છે.

કેરળમાં રૂ. 3,60,500 કરોડની સંપત્તિ સાથે 31 સુપર રિચ લોકો છે. તેમાંથી સૌથી અમીર લુલુ ગ્રુપના યુસુફ અલી એમએ છે. તેમના જમાઈ શમશીર વાયલીલ કેરળના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. વાયલીલ બુર્જિલ હોલ્ડિંગ્સના સ્થાપક અને ચેરમેન છે અને તેઓ પ્રથમ વખત અમીરોની યાદીમાં પ્રવેશ્યા છે.

Most Popular

To Top