Charchapatra

સોશિયલ મીડિયા વિનાશની આગાહી

વિના સહકાર નહીં ઉદ્ધાર આ વિચારને સાર્થક કરવા માટે અને આજના યુગમાં યુવાનોને જે સોશિયલ મીડિયાની લત અને નુકસાનથી ભારતનું ભાવિ બાળકથી લઈને યુવાધન જોખમમાં છે એ કહેવું અતિશયોક્તિ નથી. ડેલોર્સ પંચના માટે “ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે” પરંતુ આજનું યુવા ધન નૂતનરાષ્ટ્રનું નિર્માણ કરશે તે પેઢી સોશિયલ મીડિયાની માયાજાળમાં. રોલ્સ અને શોર્ટ્સ બનાવવું. snapchat ની સ્ટીકમાં. આર્થિક અને સર્વાગીણ નુકસાન કરનારી વિવિધ ગેમ. ચલચિત્રોનું નિદર્શન વગેરેમાં ગાંડોતુર થઈ સમયની બરબાદીની સાથે સાથે મનોવિકૃતિ તથા વિવિધ જીવલેણ સમસ્યા તરફ  આગળ વધી રહ્યો છે.

માયાજાળમાં ફસાઈને મનુષ્ય દેહને પશુરૂપ તથા યંત્રમય બની રહ્યો છે આંતરિક અને બાહ્ય સૌંદર્ય ગુમાવી રહ્યો છે સોશિયલ મીડિયાની લતમાં એકલવાયો બની સામાજિક સંબંધો રિતરિવાજ સંસ્કારથી વિખૂટો થઈ શૂન્યતા તરફ આગળ વધી રહ્યો છે સુધારાલક્ષી પગલાં માટે વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારની પહેલ કરવામાં આવે તો વિરોધાભાસી વાણી વર્તન તથા અંતે જીવગુમાવી દેવાની ધમકીથી સમસ્યા વિકટ બનાવે છે. ઘર, સમાજ, ગામ, રાષ્ટ્ર, અને દેશના વિનાશની આગાહીસૂચક લતને અટકાવવા ચોક્કસ કડક અને યોગ્ય પગલાં ભરવા વર્તમાન અને ભાવિ પેઢી માટે હિતાવહ છે. આવી ભવિષ્યની પેઢીનું રક્ષણ અને સંવર્ધન કોણ કરશે?
નવસારી           – વિરલ ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top